Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - જાગેશ્વર ગામે ઉછીના રૂપિયા નહીં અાપનાર યુવાન પર ચપ્પુથી હુમલો

જાગેશ્વર ગામે ઉછીના રૂપિયા નહીં અાપનાર યુવાન પર ચપ્પુથી હુમલો

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:10 AM

યુવાને અગાઉના રૂપિયા નહીં આપતાં ઇન્કાર કર્યો હતો

  • Bharuch - જાગેશ્વર ગામે ઉછીના રૂપિયા નહીં અાપનાર યુવાન પર ચપ્પુથી હુમલો
    વાગરા તાલુકામાં આવેલાં જાગેશ્વર ગામે રહેતાં એક યુવાન પાસે એક શખ્સ ઉછીના રૂપિયાની માંગણી કરી હતી. જોકે યુવાને તેને રૂપિયા આપવાનો ઇન્કાર કરતાં ઉશ્કેરાયેલાં શખ્સે તેની છાતીમાં ચપ્પુથી ઘા કરી ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છુટ્યો હતો. બનાવ સંદર્ભે દહેજ મરીન પોલીસે ગુનો નોંધ્યો હતો.

    બનાવ અંગેની પોલીસ સુત્રિય માહિતી અનુસાર, વાગરા તાલુકામાં આવેલાં જાગેશ્વર ગામે રહેતાં અશોક રહસુ મહંતો તેના ઘરે હતો. તે વેળાં વિસ્તારમાં જ રહેતો ઉમેશસિંગ ગોગલસીંગ તેના ઘરે આવ્યો હતો. ઉમેશસિંગે તેની પાસે ઉછીના રૂપિયાની માંગણી કરી હતી. દરમિયાન અશોકે જણાવ્યું હતું કે, તે પહેલાં જે રૂપિયા લઇ ગયો હતો તે રૂપિયા હજી ...અનુસંધાન પાના નં.2

    ચુકવ્યાં નથી પહેલાં તે રૂપિયા પરત કર, ઉપરાંત તેણે તુ વ્યવસ્થિત નોકરી કરતો નથી. તેમ કહી તેને ઠપકો પણ આપ્યો હતો. જેના પગલે ઉમેશસિંગે ઉશ્કેરાઇ જઇ તેના ખીસ્સામાંથી ચપ્પુ કાઢી તેની છાતીના ભાગે ચપ્પુથી ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડી ત્યાંથી નાસી છુટ્યો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે દહેજ મરીન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ