વરેડિયા પાસે પીકઅપ વાન ટેન્કર સાથે ભટકાતાં બેને ઇજા

વાન ચાલકે રોડ ક્રોસ કરવા જતાં અકસ્માત સર્જાયો : અકસ્માત થતાં લોકોના ટોળાં ઉમટ્યાં

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:10 AM
વરેડિયા પાસે પીકઅપ વાન ટેન્કર સાથે ભટકાતાં બેને ઇજા
ભરૂચ તાલુકામાં આવેલાં વરેડિયા ગામે સેગવા ચોકડી પાસે સુરત તરફથી આવતી પીકઅપ વાન તથા કેમિકલ ભરેલ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પિકઅપ વાનમાં સવાર બે વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થઇ હતી.

બનાવની સ્થળ પરથી મળતી વિગતો મુજબ ભરૂચ તાલુકાના વરેડીઆ નેશનલ હાઈવે નં.૪૮ પર વરેડીઆ-સેગવા ચોકડી પર એક સુરત તરફથી આવતી પીકઅપ વાન તથા કેમિકલ ભરેલ ટેંકર વચ્ચે અકસ્માત થવા પામ્યો હતો. જેમાં સુરત તરફથી વડોદરા તરફ શાકભાજી ભરી ને જતી પીકઅપ વાન રોડ ક્રોસ કરતા ટેકર સાથે ધડાકાભેર અથડાતાં પીકઅપ વાનમાં મુસાફરી કરતા બે ઈસમોને સામાન્ય ઈજાઓ થઇ હતી.

જયારે ટેંકરનો ચાલક ટેંકર મુકીને ફરાર થઈ ગયો હતો. એલ.એન્ડ ટી ની ક્રેઈનની મદદથી પીકઅપવાન રોડપરથી હટાવી લેવાતા ટ્રાફીક રાબેતા મુજબ ચાલુ થયો હતો. અકસ્માત સંદેર્ભે પાલીસ ફરિયાદ કરવામાં આવી નથી

X
વરેડિયા પાસે પીકઅપ વાન ટેન્કર સાથે ભટકાતાં બેને ઇજા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App