ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલા બીગબજારમાંથી 55 લાખની કિમંતના સામાનની ચોરીમાં એ ડીવિઝન પોલીસે વેર હાઉસના મેનેજર પ્રતિક શાહની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ભાવિન ઠાકોરના કહેવાતા સામાન બહાર વેચી નાંખવામાં આવતો હોવાની કેફીયત રજૂ કરી છે. પ્રતિકે પોતે ખાંડની બોરી ભરેલી આખી ટ્રક એન.કે. ટ્રેડર્સ પર લઇ ગયો હોવાની પણ કબુલાત કરી છે.
ભરૂચમાં બીગબજારના સ્ટોરમાં માલ સામાનના સ્ટોકની ગણતરી દરમિયાન કેટલોક સામાન ગાયબ જણાતા ઓડીટ કરવામાં આવ્યું હતું. જેમાં 55 લાખની કિમંતનો સામાન સગેવગે થયો હોવાની ફરિયાદ એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. ભરૂચની જાણીતી શૈક્ષણિક સંસ્થા સદવિદ્યામંડળના ટ્રસ્ટી મુકુલ ઠાકોરના પુત્ર ભાવિન સહિત વેર હાઉસના મેનેજર તથા અન્ય આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગુરૂવારે મોડી સાંજે ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે બીગબજારના વેર હાઉસમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં ...અનુસંધાન પાના નં.2
ખાંડની બોરી ભરેલી આખી ટ્રક એન.કે. ટ્રેડર્સમાં પહોંચાડાઇ હતી
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો