યુવતીને બેટા-દીદી કહી સંબોધતા સ્વામીએ નજર બગાડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મીઠીતલાઇ આશ્રમના મહંત દયાનંદ સ્વામી તેમના આશ્રમમાં રહેતી રાધિકા ઉર્ફે જયશ્રીને બેટા અને દીદી કહીને બોલાવતાં હતાં. તેના પતિ હેમંત શર્મા સાથે ઓળખાણ હોવાથી સ્વામીએ બંનેને ગુરૂપૂર્ણિમા ઉત્સવ માટે આશ્રમમાં બોલાવી લીધા હતાં. રાધિકા અને હેમંતે સમાજથી વિરૂધ્ધ જઇને આઠ મહિના પહેલા ઘરેથી ભાગી જઇને લવ મેરેજ કરી લીધા હતાં. તેઓ પરિવારથી નાસતા ફરતા હોવાથી દયાનંદ સ્વામીએ તેમને આશ્રમમાં આશરો આપવાની વાત કહી આશ્રમમાં રહેવા માટે બોલાવી લીધાં હતાં. આશ્રમમાં રહેતી રાધિકાને સ્વામી બેટા અને દીદી કહી સંબોધિત કરતાં હતાં. આશ્રમમાં રહેતી રાધિકા પર સ્વામીની નજર બગડી હતી. ગુરૂપૂર્ણિમા બાદ ગુરૂ શિવાનંદ મહારાજ આશ્રમમાંથી ચાલ્યા જતાં આશ્રમમાં દયાનંદ સ્વામી, રાધિકા અને હેમંત એમ ત્રણ જ વ્યકતિ રહેતા હતાં. 29મીએ સવારે 11.30 વાગ્યાના અરસામાં દયાનંદ સ્વામીએ રાધિકાની છેડતી કરી હતી. સ્વામીના ઇરાદાનો ખ્યાલ આવી જતાં તેણે

...અનુસંધાન પાના નં.2

પતિને વાત કરી હતી. જેથી બંનેએ આશ્રમ છોડી દેવાનો નિર્ણય કરી તેમનો સામાન પણ પેક કરી દીધો હતો. 29મીની રાત્રિના સમયે સ્વામીએ હેમંતને આશ્રમની બહાર મોકલી રાધિકાના રૂમમાં જઇ તેની સાથે બળજબરી કરી હતી અને તેનાથી બચવા માટે રાધિકાએ દંડાના બે સપાટા મારી સ્વામીની હત્યા કરી નાંખી હતી.

મૃતક સ્વામી દયાનંદ બ્રહમચારી

હેમંતના પિતાને મૃતક સ્વામી ઓળખતા હતાં
હેમંતના પિતા રવિશંકર શર્મા પરિક્રમા સાથે સંકળાયેલા હોવાથી તેમનો મીઠી તલાઇના સ્વામી દયાનંદને ઓળખતા હતાં જેથી હેમંત પણ તેમના પરિચયમાં આવ્યો હતો. હેમંત પ્રેમ લગ્ન બાદ ભાગતો ફરતો હોવાની જાણ થતાં સ્વામીએ બંનેને રહેવા માટે આશ્રમ પર બોલાવી લીધાં હતાં.

સ્વામીના રૂમમાંથી સેકસ વર્ધક દવાઓ મળી આવી
આશ્રમમાંથી મહંતનો મૃતદેહ મળી આવતાં એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સ્થળની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને જરૂરી સુચના આપી હતી. પોલીસે સ્વામીના રૂમની તલાશી લેતાં તેમાંથી સેકસ વર્ધક દવાઓ પણ મળી આવી હોવાનું જાણવા મળી રહયું છે.

સ્વામીની હત્યા બાદ યુવતી બેભાન થઇ ગઇ હતી
પોતાની સાથે બળજબરી કરનારા સ્વામી દયાનંદને માથામાં સપાટા વાગતા પુષ્કળ લોહી વહી ગયું હતું. લોહી જોઇએ રાધિકા બેભાન થઇ ગઇ હતી. ભાનમાં આવ્યા બાદ તેણે ચાવીથી દરવાજાનું લોક ખોલી બહાર આવી હતી અને પતિને આખી ઘટનાથી વાકેફ કર્યો હતો.

વારાણસીના ભીડભાળ વાળા વિસ્તારમાંથી દંપતી ઝડપાયું
આશ્રમમાં રહેતા રાધિકા અને હેમંત વિશે સ્થાનિક લોકો પાસે કોઇ માહિતી ન હોવાથી તેમને શોધવાનો ભરૂચ પોલીસ માટે પડકાર હતો. પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે તેમનું પગેરૂ દબાવ્યું હતું. બંનેને પોલીસે વારાણસીના ભીડભાડ વાળા અસ્સીઘાટ વિસ્તારમાંથી ઝડપી લીધાં હતાં.

અન્ય સમાચારો પણ છે...