તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Bharuch રાજ્યમાં થયેલાં દુષ્કર્મના 3 બનાવોમાં અારોપીઅોને ફાંસીની સજાની માંગ

રાજ્યમાં થયેલાં દુષ્કર્મના 3 બનાવોમાં અારોપીઅોને ફાંસીની સજાની માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા રાજ્યમાં નાની બાળકીઅો સાથે બનેલી દુષ્કર્મની ત્રણ ઘટનાઅોના વિરોધમાં અાજે ગુરૂવારે કલેક્ટરને અાવેદન પત્ર અાપ્યું હતું. જેમાં કુસરવારોને ત્વરીત ફાંસીની સજા કરી સમાજમાં સબક બેસાડવાની માંગ કરી હતી.

ગુજરાતમાં ગત 29મીઅ સાંબરકાંઠા અને સૂરત જિલ્લામાં માત્ર 14 મહિનાની અને 5 વર્ષની માસુમ બાળકીઅો સાથે દુષ્કર્મ કરવાની શરમજનક ઘટના બની હતી. જેના વિરોધમાં અાજે અેબીવીપીના ભરૂચ જિલ્લા વિંગ દ્વારા કલેક્ટરને અાવેદન પત્ર અાપવામાં અાવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં બનેલી ઘટનાઅોથી ગુજરાતની શાંતી અને સંમૃદ્ધિની છાપ ખરાબ થઇ રહી છે. ઘટનાઅોમાં તમામ અારોપીઅોને ત્વરીત ફાંસીની ...અનુસંધાન પાના નં.2

સજા કરવામાં અાવે તેવી તેમની માંગણી હતી. ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, મધ્યપ્રદેશમાં માત્ર 20 જ દિવસમાં દુષ્કર્મના અારોપીને ફાંસીની સજા અાપવામાં અાવી હતી. ગુજરાતમાં પણ તેથી પણ અોછા સમયમાં અારોપીઅોને સજા અાપવામાં અાવે જેથી કે સમાજમાં સખત દાખલો બેસે. પિડીત બાળકીઅોના માતા-પિતા નિર્ધન અને શ્રમજીવી હોઇ તેમના તમામ પ્રકારના ઉપચાર અને કાયદાકિય ખર્ચ સરકાર દ્વારા વહન કરાય તે જરૂરી છે. ઉપરાંત પિડીત બાળકીઅોના ઉપચારની અલાયદી વ્યવસ્થા સાથે સાથે તેમના શિક્ષણનો સમસ્ત ભાર સરકાર ઉપાડે તેવી માંગ કરી હતી. તેમજ સત્વરે સરકાર દ્વારા કોઇ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં અાવે તો અેબીવીપી દ્વારા ઉગ્ર અાંદોલન છેડાશે તેવી ચીમકી પણ અાપી હતી.

દુષ્કર્મની ઘટનામાં આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે ABVPએ આવેદન પત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...