અંકલેશ્વરની નિલેશ ચોકડીએથી વિદેશી દારૂ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર | ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે સુરતથી વડોદરા જતા રોડ પર નિલેશ ચોકડી સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી જ્યાં ઇકો કારને રોકી તલાસી લેવા જતા કાર ચાલાક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. કારના દરવાજા અને અન્ય સ્થળના કવર દૂર કરતા અંદરથી દારૂની નાનીમોટી 479 બોટલ મળી આવી હતી. કુલ 56,500 રૂપિયાનો દારૂ તેમજ 3 લાખની કિંમતની ઇકો કાર મળી કુલ 3.56 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...