તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Bharuch દોરા ગામે ખેડૂત સંગઠનની ખાસ બેઠકમાં અાંદોલનની ચીમકી

દોરા ગામે ખેડૂત સંગઠનની ખાસ બેઠકમાં અાંદોલનની ચીમકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા-મુંઇબ અેક્સપ્રેસ વેની કામગીરી માટે કોન્ટ્રાક્ટર તેમજ નેશનલ હાઇવે અોથોરિટી દ્વારા ઉભા પાકોમાં જમીનનો કબજો મેળવવાની કવાયત હાથ ધરી છે. તેના વિરોધમાં તેમજ ખેડૂતોના ડીઅેફસીસીના પેન્ડિંગ કેસ સહિતના મુદ્દાઅોને લઇને અામોદના દોરા ગામે ખાસ બેઠક મળી હતી. જેમાં અાગામી 8મીઅે કલેક્ટરને અાવેદન પત્ર અાપવાનું નક્કી કરવા સાથે ઉભાપાકમાં કબજો લેવાની નિતીના વિરોધમાં ઇજારદારોને ગામમાં પ્રવેશ નહીં થવા દેવાની ચીમકી ઉચ્ચારવામાં અાવી હતી.

ભરૂચ જિલ્લામાં અામોદ, ભરૂચ, અંક્લેશ્વર તથા હાંસોટ તાલુકામાં જમીન ગુમાવનારા કેટલાંય ખેડૂતોને હજી વળતર ચુકવવામાં અાવ્યું નથી. કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઇવે અોથોરિટી તાકીદે કામ અટકાવવા તેમજ ડીઅેફસીસીના પેન્ડિંગ કેસો જે અારબીટ્રેટર પાસે રાજ્ય સરકારના હૂકમથી ચલાવવાના બંધ થયાં છે તેને તાકીદ પુન: ચાલુ કરવા માટેની લડત અેકતા ગ્રામિણ પ્રજા વિચાર મંચ દ્વારા શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...