• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • જંબુસરના રીંગરોડ પર ટ્રેલરની ટક્કરે બાઇક સવાર 1નું મોત

જંબુસરના રીંગરોડ પર ટ્રેલરની ટક્કરે બાઇક સવાર 1નું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંબુસરના રીંગરોડ પરથી એક બાઇક પર પસાર થઇ રહેલાં બે શખ્સોને કન્યા છાત્રાલય સામે એક ટ્રેલર ચાલકે અડફેટમાં લીધાં હતાં. જેમાં એક શખ્સનું ઘટના સ્થળે જ કમકમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓ થતાં જંબુસર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. બનાવ સંદર્ભે જંબુસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, જંબુસર તાલુકાના સારોદ ગામે રહેતાં ખાલીદ યાકુબ ડોલસા તેમજ પુનમ શંકર વાઘેલા બાઇક ઉપર જંબુસરના રીંગ રોડપરથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં કન્યા છાત્રાલય પાસે એક ટ્રેલરે તેમને ટક્કર મારતાં બન્ને જમીન પર પટકાયાં હતાં. જેમાં ખાલીદ ડોલસા પરથી ટ્રેલરના ટાયર ફરી વળતાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે પુનમ વાઘેલાને તાત્કાલિક સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જંબુસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...