તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Bharuch કોર્પોરેટરે હુમલો કર્યાના કેસમાં મહિલાઅે જાતે જ પતિ પર ચપ્પુના ઘા ઝીંક્યાનો વિડીયો વાયરલ

કોર્પોરેટરે હુમલો કર્યાના કેસમાં મહિલાઅે જાતે જ પતિ પર ચપ્પુના ઘા ઝીંક્યાનો વિડીયો વાયરલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાં વોર્ડ નંબર 10ના કોર્પોરેટર વિરૂદ્ધ તેના જ બહેન-બનેવીઅે ફરિયાદ નોંધાવી હતી કે, તેણે બનેવી પર ચપ્પુના ઘા ઝીંક્યાં હતાં. પોલીસ મામલાની તપાસ કરી રહી છે ત્યારે બહેને જાતે જ બનેવી પર ચપ્પુના ઘા ઝીંકી ખોટો કેસ કર્યા હોવાની રાવ સાથેનો વિડીયો અાજે વાયરલ થતાં ભરૂચ પોલીસે પણ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ભરૂચ શહેરના ફુરજા રોડ નારીયેલી બજાર વિસ્તારમાં રહેતાં ...અનુસંધાન પાના નં.2

વિડીયોની તથ્યતા તપાસાશે
નારીયેલી બજાર વિસ્તારમાં રહેતી હાજરાબીબીના જ ભાઇ યુસુફ ઉર્ફે કાલિયાઅે બનેવી પર ચપ્પુથી હૂમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં હજી તપાસ ચાલી રહી છે. જોકે હાલમાં હાજરાબીબી દ્વારા જાતે જ તેના પતિ પર ચપ્પુથી ઘા કર્યાનો કથિત વિડીયો ધ્યાનમાં અાવ્યો છે. ત્યારે વિડીઅોની તથ્યતા તપાસવા સામે સમગ્ર મામલાના અન્ય પાસાઅો પણ તપાસવામાં અાવશે. અેન. અાર. ગામીત, ઇન્સ્પેક્ટર, બી ડિવિઝન.

અન્ય સમાચારો પણ છે...