ભરૂચમાં પારસીવાડ પાસે જુગાર રમતાં 4 ઝડપાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના પારસીવાડ વિસ્તારમાં આવેલાં દશામા મંદિર પાસે જાહેરમાં કેટલાંક શખ્સો જુગાર રમી રહ્યાં હતાં. પોલીસે રેડ પાડતાં જુગારિયાઓમાં દોડધામ મચી હતી. પોલીસે 4 જુગારિને ઝડપ્યા હતાં.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નટવરભા તેમજ અન્ય સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે રાત્રીના સમયે પારસીવાડ વિસ્તારમાં આવેલાં દશામા મંદિર પાસે જાહેરમાં રમાતાં જુગાર પર દરોડો પાડ્યો હતો. પોલીસની રેડ પડતાં જુગારિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે પોલીસે તે પૈકીના રોહિત નાનુ મિસ્ત્રી, કિશોર બચુ ગોસ્વામી, દિપક ચુનીલાલ મિસ્ત્રી તેમજ નિલેશ મોહન સોલંકીને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે તેમની અંગઝડતીમાંથી તેમજ દાવ પર લાગેલાં કુલ 3200 રૂપિયા રોકડા તેમજ પત્તાપાના સહિતનો જુગારનો સામાન જપ્ત કર્યો હતો. પોલીસે ઝડપાયેલાં તમામ ચાર જુગારિયાઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...