Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલા જગન્નાથ મંદિરમાં તસ્કરોનો હાથફેરો

ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલા જગન્નાથ મંદિરમાં તસ્કરોનો હાથફેરો

Divyabhaskar.com | Updated - Sep 09, 2018, 02:10 AM

સ્ટીલની દાનપેટી તોડી તેમાંથી રોકડ રકમ ઉઠાવી ગયાં દર વર્ષે અષાઢી બીજના દિવસે મંદિરેથી રથયાત્રા નીકળતી હોય...

  • Bharuch - ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલા જગન્નાથ મંદિરમાં તસ્કરોનો હાથફેરો
    ભરૂચ શહેરની આશ્રય સોસાયટીમાં આવેલા જગન્નાથ મંદિરને શુક્રવારે રાત્રીના સમયે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો દાનપેટી તોડીને તેમાંથી રોકડ રકમની ઉઠાંતરી કરી ફરાર થઇ ગયાં હતાં. દાનપેટીમાં કેટલી રકમ હતી તેની વિગતો બહાર આવી શકી નથી.

    શહેરમાં વસતા ઓરીસ્સાવાસી સમાજે આશ્રય સોસાયટીમાં

    ...અનુસંધાન પાના નં.2

    ભગવાન જગન્નાથના મંદિરની સ્થાપના કરી છે. દર વર્ષે અષાઢી બીજના દિવસે આ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રા પણ કાઢવામાં આવે છે. મંદિરના પૂજારી કરૂણા કરણ શુક્રવારે તેમના નિત્યક્રમ મુજબ મંદિર બંધ કરીને તેમના નિવાસે ગયા હતાં. શનિવારે સવારે તેઓ મંદિરમાં આવતા દરવાજો તથા દાનપેટી તુટેલી હાલતમાં હતી. પૂજારીએ ઘટનાની જાણ કરતાં ટ્રસ્ટી મંડળના સભ્યો મંદિર ખાતે દોડી આવ્યાં હતાં. દાન પેટીમાં કેટલી રોકડ રકમ હતી તે બહાર આવી શકયું નથી. તસ્કરોએ ભગવાનના મંદિરને નિશાન બનાવતા ભકતોની ધાર્મિક લાગણી દુભાઇ છે.

    ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલા જગન્નાથ મંદિરની દાનપેટી તોડી તસ્કરો રોકડ રકમનો હાથ ફેરો કરી પલાયન થઇ ગયા હતાં. તસવીર-રાજેશ પેઇન્ટર

    મંદિરના CCTV બંધ હાલતમાં

    જગન્નાથ મંદિર ખાતે સલામતી માટે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યાં છે. સીસીટીવી કેમેરા બંધ હતાં તેવા સંજોગોમાં જ ચોરીની ઘટના બનતાં કોઇ જાણભેદુનો હાથ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending