Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટમાં બંધ મકાનમાંથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો

ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટમાં બંધ મકાનમાંથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો

Divyabhaskar.com | Updated - Sep 09, 2018, 02:10 AM

યુવાનો ફાળો ઉઘરાવવા ગયા ત્યારે મકાનમાંથી દુર્ગંધ આવતી હતી બિમારીના કારણે મોત થયાનું અનુમાન : મૃતદેહ પીએમ...

  • Bharuch - ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટમાં બંધ મકાનમાંથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો
    ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટના બ્લોક નંબર 1297માં રહેતા અને એકલવાયુ જીવન ગુજારતા વૃધ્ધનો મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યો હતો. તેમનું ઘર બે - ત્રણ દિવસથી બંધ હતું પરંતુ શનિવારે ગણેશ યુવક મંડળના સભ્યો ગણપતિનો ફાળો ઉઘરાવવા ગયા ત્યારે ઘટના પરથી પડદો ઉચકાયો હતો. પ્રાથમિક તબકકે વૃધ્ધનું મોત બિમારીના કારણે થયું હોવાનું અનુમાન છે પણ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

    નર્મદા એપાર્ટમેન્ટના બ્લોક નંબર 10 : 1297માં અશ્વિન રતિલાલ મહેતા (ઉવ.65) એકલવાયું જીવન ગુજારતા હતાં. શનિવારના રોજ ગણેશ યુવક મંડળના સભ્યો એપાર્ટમેન્ટમાં ...અનુસંધાન પાના નં.2

    ગણપતિનો ફાળો ઉઘરાવવા માટે નીકળ્યાં હતાં. તેમણે 1297 નંબરના બ્લોકનો દરવાજો બંધ હાલતમાં હતો અને તેમાંથી દુર્ગંધ આવતી હતી. સ્થાનિક રહીશોએ એ ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર દોડી આવી દરવાજો ખોલતા તેમાંથી અશ્વિન મહેતા મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. તેમનું મૃત્યુ કોઇ બિમારીના કારણે થયું હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં મૃતકના અયોધ્યાનગર સોસાયટીમાં રહેતાં તેમના સ્વજનો પણ આવી પહોંચ્યા હતાં. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અશ્વિનભાઇ મહેતા રોજ રાત્રે ઘરની બહાર આંટો મારવા નીકળતા હતાં પણ તેઓ બે- ત્રણ દિવસથી ઘરની બહાર દેખાયા ન હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું.

    ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતા 65 વર્ષીય વૃધ્ધનો મૃતદેહ તેમના મકાનમાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો અને તેમના સ્વજનો એકત્ર થઇ ગયાં હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending