• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ અંકલેશ્વરમાં વ્યુહાત્મક સ્થળોએ પોલીસે નાકાબંધીની ગોઠવણ કરી

ભરૂચ- અંકલેશ્વરમાં વ્યુહાત્મક સ્થળોએ પોલીસે નાકાબંધીની ગોઠવણ કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ અને અંકલેશ્વરમાં ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસ હવે સોસાયટીઓની બહાર નાકાબંધી કરી વાહનો તથા લોકોનું સઘન ચેકિંગ કરશે અને કોઇ પણ શંકાસ્પદ જણાશે તો તેમની સામે કલમ 122 હેઠળ કાર્યવાહી કરશે. તસ્કરોને ઝડપી પાડવા એલસીબી, એસઓજી તથા ડી- સ્ટાફની ખાસ ટીમો બનાવવામાં આવી છે.

શિયાળાની શરૂઆતથી તસ્કરોના તરખાટના કારણે લોકોને જાનમાલની સલામતીની ચિંતા સતાવી રહી છે. તસ્કરોને ઝડપી પાડવા માટે એસપી સંદિપસિંગના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગની ખાસ સ્કીમ બનાવવામાં આવી છે. જેમાં એલસીબી, ડી - સ્ટાફ અને એસઓજીના ચુનંદા જવાનોને સામેલ કરવામાં આવ્યાં છે. બંને શહેરોમાં આવેલી સોસાયટીઓ તથા વ્યુહાત્મક સ્થળોએ નાકાબંધી કરવામાં આવશે. નાકાબંધીના સ્થળે તૈનાત કરાયેલા જવાનો વાહનો અને લોકોનું સઘન ચેકિંગ કરશે.

કલમ 122 શું છે
ગુજરાત પોલીસ એકટની કલમ 122 હેઠળ સુર્યાસ્તથી સુર્યોદય સુધીના સમયમાં કોઇ પણ વ્યકતિ દંડા કે અન્ય હથિયારો સાથે કે શંકાસ્પદ હાલતમાં ઝડપાઇ તો પોલીસને તેમની સામે કાર્યવાહી કરવાની સત્તા આ કલમ હેઠળ મળી છે.

અન્ય સમાચારો પણ છે...