• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • 40 માઇક્રોનથી ઓછી ગુણવત્તાવાળું પ્લાસ્ટીક વેચતાં 14 વેપારીઓ દંડાયાં

40 માઇક્રોનથી ઓછી ગુણવત્તાવાળું પ્લાસ્ટીક વેચતાં 14 વેપારીઓ દંડાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શહેરમાં અલગ અલગ 4 ટીમો બનાવી સ્વચ્છતા માટે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા માટેના તમામ પ્રયાસો હાથ ધરાયાં છે. જેના ભાગરૂપે નગરપાલિકાએ કુલ 4 ટીમોની રચના કરી છે. ઉપરાંત તે ચારેય ટીમો સુચારૂ રીતે કામગીરી કરે છે કે નહીં તેના પર નજર રાખવા માટે એક સરપ્રાઇઝ ચેકિંગ ટીમ પણ બનાવાઇ છે. પાલિકા દ્વારા બનાવાયેલી દરેક ટીમોમાં બે નોડલ અધિકારી તેમજ એસઆઇ તેમજ મુકાદમ મળી કુલ 10થી વધુ લોકોની નિમણૂંક કરાઇ છે.

પાલિકાની એક ટીમે શહેરમાં પ્લાસ્ટીકનો સામાન વેચતી દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.

ટીમે કુલ 40થી વધુ દુકાનોમાં ચેકિંગ કરવામાં આવતાં 14 વેપારીઓને ત્યાંથી કુલ 205 કિલો 40 માઇક્રોનથી ઓછી ગુણવત્તાવાળા પ્લાસ્ટીકનો જથ્થો મળી આવ્યો હતો. જેને પગલે પાલિકાની ટીમે ઝડપાયેલાં તમામ 14 વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...