પાલેજના ગ્રામ્ય વિસ્તારોમાં રમઝાન ઈદની ઉજવણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચજિલ્લાના પાલેજ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સમુદાયે ઇદુલ ફિત્રની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. ઇદ પ્રસંગે નગરની મકકા મસ્જિદ સહિત વિવિધ મસ્જિદોમાં વહેલી સવારની નમાઝમાં મોટી સંખ્યામાં બિરાદરો ઉમટ્યાં હતાં.

ઇદુલ ફિત્રની વિશેષ નમાઝ નગરમાં અાવેલી વિવિધ મસ્જિદોમાં સવારના 8.00 વાગ્યાથી શરૂ થઇ 9.00 વાગ્યા સુધી નગરની મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ઇદની વિશેષ નમાઝ બાદ એક બીજાને ભેટી ઇદની મુબારકબાદ પાઠવી હતી.

પંથકના સાંસરોદ, હલદરવા, વલણ, માંકણ, ઇખર, મેસરાડ, કંબોલી તેમજ ટંકારીયા વગેરે ગામોમાં લોકોએ ઉજવણી કરી હતી. નગરમાં કોઇ અનિચ્છનીય ઘટના બને માટે પોલીસે નગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. બિરાદરોએ ઉલ્લાસભેર, શાંતિપૂર્ણ તથા સોહાર્દભર્યા વાતાવરણમાં નગર સહિત પંથકના ગામોમાં ઇદુલ ફિત્ર પર્વની ઉજવણી સંપન્ન થઇ હતી.

અનિચ્છનીય ઘટના અટકાવવા નગરમાં પોલીસબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો