ભરૂચ-નર્મદામાં ઇદ-ઉલ- ફીત્રની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આખો રમઝાન મહિનો રોજા રાખ્યાં બાદ જમીને પારણા કરે છે. ઇદ અલ ફીત્રનો ખુદબો થાય છે અને બાદમાં ઇમામ સાહેબ નમાઝ પઢાવે છે. નમાઝ પઢયાં બાદ એકબીજાને ઇદની મુબારકબાદી આપવામાં આવે છે. મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રો પહેરી એકબીજાના ઘરે જઇને ઇદના પર્વની શુભેચ્છા આપે છે.

રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરોએ રોઝા રાખી અલ્લાહતાલાની ઇબાદત કરી હતી. સોમવારે મુસ્લિમ સમાજે રમઝાન ઇદની ઉજવણી સાથે રમઝાન માસનું સમાપન કર્યું હતું.ભરૂચના વેજલપુરમાં આવેલાં ઇદગાહ મેદાનની દુરસ્તી ચાલી રહી હોઇ તેમજ ઇદગાહની બહારના મેદાનમાં કાદવ કિચ્ચડ હોઇ ત્યાં વર્ષે ઇદની નમાઝ અદા કરી શકાઇ હતી. જોકે શહેરની અન્ય મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી બંદગી ગુજારી હતી. અંકલેશ્વર ખાતેના ઇદગાહ મેદાન,દાતાર ભંડારી દરગાહ, કાદરીવાડ મસ્જિદ તથા જુમ્મા મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી. મસ્જિદ અને ઇદગાહ મેદાન ખાતે એકત્ર થયેલાં બિરાદરોએ એકબીજાને ગળે લાગી ઇદની શુભેચ્છા આપી હતી.રાજપીપળા, સેલંબા, સાગબારા, જંબુસર, આમોદ, વાગરા, આમોદ, હાંસોટ, નેત્રંગ, ઝઘડીયા, વાલિયા, તિલકવાડા, કેવડીયા, દેડીયાપાડા,પાલેજ, વરેડીયા સહિતના નગરોમાં પણ રમઝાન ઇદની ઉજવણી કરાઇ હતી. નેત્રંગમાં વહેલી સવારે ગોસીયા મસ્જિદ અને લાલમંટોડી ઈદ ગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી.

મસ્જિદ અને ઇદગાહ મેદાન ખાતે એકત્ર થયેલાં બિરાદરોએ એકબીજાને ગળે લાગી ઇદની શુભેચ્છા આપી

શવ્વાલના પ્રથમ દિવસે રમઝાન ઇદની ઉજવણી કરાય છે : નમાઝ પઢ્યાં બાદ ઇદની મુબારકબાદી અપાય છે

ભરૂચ શહેર-જિલ્લામાં મુસ્લિમ બિરાદરોઅે ઇદુલ ફિત્રીની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. જેમાં નાના બાળકોએ પણ એકબીજા સાથે ભેટીને શુભકામનાઓ આપી હતી. તસવીર-રાજેશપેઇન્ટર

અન્ય સમાચારો પણ છે...