તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ઓવર ટેક મુદ્દે ટ્રક ડ્રાઇવર અને ક્લિનર પર ચપ્પુના વાર ઝીંકાયાં

ઓવર ટેક મુદ્દે ટ્રક ડ્રાઇવર અને ક્લિનર પર ચપ્પુના વાર ઝીંકાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કર્ણાટકનાવિજયાપુરથી ટ્રક ચાલક અનિલ ક્રિષ્ણા કલાદગી તેમજ ક્લિનર સંતોષ સમોગી સુરપુર તેમની ટ્રકમાં મકાઇનું ભુસુ ભરીને ભાવનગર લઇ જઇ રહ્યાં હતાં. દરમિયાન રાત્રીના 2.30 કલાકના અરસામાં દેરોલથી દયાદરા જવના રોડ પર એક સફેદ કલરની એક્ટિવા પર દાઢીવાળો જાડો શખ્સ તેમજ તેની પાછળ બેસેલાં યુવાન સહિત અન્ય એક બાઇક પર સવાર બે યુવાનોએ સાઇડ આપવાના મામલે મામલો ગરમાતાં તેમણે ચપ્પુ વડે ટ્રક ડ્રાઇવર અનિલની જાંઘ પર તેમજ હાથના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધાં હતાં.

ક્લિનર સંતોષ છોડાવવા પડતાં તેને ચપ્પુના લસરકા માર્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા.

એક્ટિવા-બાઇક પર સવાર 4 શખ્સો દ્વારા હૂમલો

અન્ય સમાચારો પણ છે...