• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Bharuch
  • Bharuch ટંકારિયા જૂગાર કેસ : પોલીસ પર હુમલો કરનાર 1 આરોપીની ધરપકડ

ટંકારિયા જૂગાર કેસ : પોલીસ પર હુમલો કરનાર 1 આરોપીની ધરપકડ

Bharuch - ટંકારિયા જૂગાર કેસ : પોલીસ પર હુમલો કરનાર 1 આરોપીની ધરપકડ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:10 AM IST
ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે જુગારનો અડ્ડો ચલાવતાં કુખ્યાત બિલાલના ત્યાં પોલીસે રેડ પાડતાં પોલીસ કાફલા પર જુગારિયાઓ અને તેમના સાગરિતોએ હૂમલો કર્યો હતો. જેના પગલે હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતો. ઘટનામાં ફરાર આરોપીઓ પૈકીના એક આરોપીઓને એસઓજીની ટીમે શહેરન શક્તિનાથ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.

...અનુસંધાન પાના નં.2

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે કુખ્યાત બિલાલ જુગાર રમાડતો હોવાની ચોક્કસ બાતમીના આધારે 15 દિવસ પહેલાં પોલીસની ટીમે જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. જેમાં બિલાલ તેમજ તેના સાગરિતોએ પોલીસ પર જીવલેણ હૂમલો કરતાં પોલીસને જેતે સમયે એક રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. મામલામાં જુગાર તેમજ હત્યાની કોશિષ સંદર્ભે બે ફરિયાદો નોંધાઇ હતી. જેમાં ફરાર બિલાલ સહિત 80થી વધુ લોકોના ટોળા સામે નોંધાયેલી ફરિયાદમાં 14 આરોપીઓની ધરપકડ થઇ હતી. જ્યારે બાકીના ફરાર હતાં. દરમિયાન એસઓજી પોલીસે હૂમલાખોરો પૈકીના કર્તવ્ય મોન્ટુ પ્રવિણચંદ્ર રાણા (રહે. શિવશક્તિ એપાર્ટમેન્ટ, લિંકરોડ)ને શક્તિનાથ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને પાલેજ પોલીસને સોંપતાં પાલેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
Bharuch - ટંકારિયા જૂગાર કેસ : પોલીસ પર હુમલો કરનાર 1 આરોપીની ધરપકડ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી