તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ઝેરી દવા અને ફિનાઇલ પી જવાના બે બનાવમાં એક શખ્નું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝેરી દવા અને ફિનાઇલ પી જવાના બે બનાવમાં એક શખ્નું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ-હાંસોટમાંઝેરી દવા પી જવાના તેમજ ભુલથી ફિનાઇલ ગટગટાવી જવાના બનાવમાં બે યુવાનોને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં હાંસોટના યુવાનનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જ્યારે ભરૂચના યુવાનની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, હાંસોટ તાલુકામાં આવેલાં બાલોટા ગામે હાઇસ્કૂલાવાળા ફળિયામાં રહેતો જલુ મંગા રાઠોડ કોઇ કારણસર પોતાના જીવનથી કંટાળી જતાં તેણે આવેશમાં આવી જઇ પોતાના ઘરે કપાસમાં છાંટવાની દવા ગટગટાવી લીધી હતી. જેને કારણે તેની હાલત લથડી હતી દરમિયાન તેના પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેમણે તેને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

બીજા બનાવમાં ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર જિલ્લા પંચાયત કચેરી પાસે આવેલી આચારજીની ચાલ વિસ્તારમાં રહેતાં પરેશ મહેન્દ્ર વસાવાએ રાત્રીના સમયગાળા દરમિયાન તેના ઘરે ભુલથી ફિનાઇલ પી જતાં તેની હાલત લથડી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઇ જતાં તેમણે તેને તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ પણ તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભરૂચ અને હાંસોટની ઘટના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો