તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચમાં એક દિવ્યાંગ બાળકને તબીબ દંપતિએ દત્તક લીધું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં એક દિવ્યાંગ બાળકને તબીબ દંપતિએ દત્તક લીધું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાશિશુગૃહમાં ઉછરી રહેલાં એક દિવ્યાંગ બાળકને દહેજની એક કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં શખ્સ અને તેની તબીબ પત્નીએ દત્તક લીધું હતું. સખત જરૂરિયાત ધરાવતાં બાળકને દત્તક લઇને તેને સ્વસ્થ કરવાના ધ્યેય સાથે દંપતિએ દિવ્યાંગ બાળકને દત્તક લીધું હતું.

ભરૂચમાંથી ઝાડીઓમાં ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલાં એક નવજાત બાળકનો ઉછેર ભરૂચની સ્પેશિયલાઇઝ્ડ એડોપ્શન એજન્સી ( શીશુગૃહમાં )માં થઇ રહ્યો હતો. હાલમાં 7 મહિનાની ઉમર ધરાવતાં બાળકને જન્મજાત કે પછી ત્યજી દેવાને કારણે બન્ને પગમાં ખોડ આવી હતી. બાળકની નાજૂક સ્થિતી વચ્ચે તેની સુરત ખાતે સારવાર ચાલી રહી હતી.જોકે ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન રાજેન્દ્ર સુતરિયા તેમજ અન્ય લોકોએ બાળકની પુરતી સારવાર કરાવવાનો નિર્ધાર કર્યો હતો. મુળ કેરળના અને મિલટ્રીમાં ફરજ બજાવી ચુકેલાં એક શખ્સ દહેજની એક કંપનીમાં મેનેજર તરીકે લાગ્યાં હતાં. તેમણે તેમજ તેમની તબીબ પત્નીએ લગ્નના 6 વર્ષ બાદ બાળક દત્તક લેવાનો નિર્ધાર કર્યો હતો. તબીબ પત્નીએ ખાસ જરૂરિયાતવાળા બાળકને દત્તક લેવાનું મન બનાવી બાળકને દત્તક લેવા માટેની અરજી કરી હતી. જેના પગલે આજે સોમવારે શીશુગૃહ ખાતે તેમણે 7 વર્ષના બાળકને દત્તક લીધું હતું. બાળકને દત્તક લેવા સાથે તેની પુર્ણ જવાબદારી સ્વિકારવા સાથે બાળકને સંપુર્ણ તંદુરસ્ત કરવા માટેના પ્રયાસ કરવાનો દંપતિએ નિર્ધાર કર્યો હતો.

ભરૂચમાં તબીબે શિશુગૃહમાં ઉછરેલ 7 વર્ષના દિવ્યાંગ બાળકને દત્તક લઇને સમાજને એક અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ.

પગમાં ખામીથી બાળકનું ભાવિ અંધકારમય હતું

બાળકને સંપર્ણ રીતે સ્વસ્થ કરવાનો ધ્યેય નક્કી કર્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો