તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાદરિયા ગામે રસ્તાનું લોકાર્પણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ| ભરૂચતાલુકામાં આવેલાં અને જિલ્લા પંચાયત નબીપુર બેઠકમાં આવતાં પાદરિયા ગામે ભવાની માતાના મંદિર સુધીનો નવો રસ્તો બનાવવામાં આવ્યો છે. રૂપિયા 4.48 લાખના ખર્ચે બનેલાં નવા રસ્તાનું લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયતના બાંધકામ સમિતીના અધ્યક્ષ મહેન્દ્રસિંહ રાજ, નબીપુર બેઠકના જિલ્લા પંચાયત સભ્ય સકિલ અકુજી, તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખ દિલાવર પટેલ, ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ નસીમાબાનુ સમીર નબીપુરવાલા તેમજ જિલ્લા પંચાયતના પુર્વ સભ્ય મકબુલ અભલી સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ગામમાં વિકાસના કાર્યોને વેગ મળે તે માટેના પ્રયાસ કરવામાં આવશે તેમ ઉપસ્થિત રહેલાં પદાધિકારીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો