પેજ-1નું અનુસંધાન...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લેન્ડલાઇન ફોન પર ત્રણ દિવસમાં 50થી વધારે ફોન કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવતાં તેમણે એસપીને રજૂઆત કરી છે. તેમણે સૌરાષ્ટ્રના ભરવાડો તરફ શંકાની સોય દર્શાવી છે. સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં વીરપોરના સરપંચ મહેશ વસાવા અને કામોદીયાના સરપંચ માનસિંગ વસાવા પત્રિકાઓ છપાવીને જન સમર્થન એકત્ર કરી રહયાં છે. આજે બુધવારે સવારે 10 વાગ્યે ગાંધીચોકથી વિશાળ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર અપાશે.

જમીન પચાવી...

દાઉદ મુસાએ નિલેશને જણાવ્યું હતું કે, તે જમીન છના સોલંકીએ તેને વેચી દીધી છે જોકે તે અંગેના કોઇ પુરાવા તેઓ રજૂ કરતાં નથી. દરમિયાન થોડા દિવસો પહેલાં તેની સાથે જમીનના મામલે વાતચીત કરવા બેઠક કરતાં દાઉદ મુસાએ જણાવ્યું હતું કે, તેના પિતા ક્યાં છે તેને ખબર છે. જેને પગલે તેણે નિલેશના પિતાને ક્યાંક સંતાડી રાખ્યો હોવાની શંકા સાથે પાલેજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી. જોકે તેમાં પણ પોલીસે તેના કહ્યા મુજબનો જવાબ નહીં લખ્યો હોવાનો આક્ષેપ તેણે કર્યો છે. સમગ્ર મામલામાં નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ સાથે નિલેશ સોલંકીએ ભરૂચ એસપીને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...