• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચની શ્રીનિકેતન સોસાયટીમાંથી રોકડા રૂપિયા 22 હજારની ચોરી

ભરૂચની શ્રીનિકેતન સોસાયટીમાંથી રોકડા રૂપિયા 22 હજારની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી શ્રી નિકેતન સોસાયટી ખાતે રહેતો રાજપૂત પરિવાર દિલ્હી ખાતે ગયો હતો. તેઓએ દિલ્હીથી પરત આવતાં ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.

ઝાડેશ્વર રોડ પર ચાંમુડા માતાના મંદિર પાસે શ્રીનિકેતન સોસા.ના મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ રાજપૂતની પત્નીને પ્રેશરની બિમારી હોઇ તેમની દિલ્હી ખાતે દવા ચાલી રહી હતી.જેથી તેઓ ગત 5મીએ તેમની દવા લેવા માટે ઘરને તાળું મારી દિલ્હી ગયાં હતાં. દિલ્હી સારવાર કરાવ્યાં બાદ તેઓ પરત આવતાં તેમના ઘરના આગળના દરવાજાનું તાળું તુટેલું જણાયું હતું. તસ્કરોએ ઘરમાં હાથફેરો કર્યાનું જણાયું હતું. તસ્કરોએ તેમણે બચત કરી મુકેલાં રૂપિયા 22 હજારની ચોરી કરી રફુચક્કર થયાનું માલુમ પડતાં તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકને જાણ કરતાં પોલીસે એફએસએલ, ફિંગર પ્રિન્ટ એક્સ્પર્ટસ તેમજ ડોગ સ્કવોર્ડની મદદથી તસ્કરોની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...