તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • જાગેશ્વર કિનારેથી રો રો ફેરી માટેના 2.26 લાખના સિગ્નલ બોયની ચોરી

જાગેશ્વર કિનારેથી રો-રો ફેરી માટેના 2.26 લાખના સિગ્નલ બોયની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેજ અને ઘોઘા વચ્ચે ચાલતી રો-રો ફેરી માટે દરિયામાં માર્ગ દર્શિકા તરીક મુકવામાં આવેલાં 14 સિગ્નલ બોય પૈકીનું એક તણાઇને જોગેશ્વર એલએનજી જેટી પાસે આવી પહોંચ્યું હતું. ત્રણ-ચાર શખ્સોએ સિગ્નલ બોયના 2.26 લાખના સામાન ચોરી કરી જતાં મેરી ટાઇમ બોર્ડે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

...અનુસંધાન પાના નં.2

ભરૂચ ખાતેની ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતાં રિદ્ધીબેન પ્રજાપતિએ દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત 16મી જૂનથ 25મી જૂન દરમિયાન દરિયામાં ભારે ભરતી - ઓટ સર્જાઇ હતી. જેમાં દહેજ અને ઘોઘો વચ્ચે ચાલતી રો-રો ફેરી માટે દરિયામાં માર્ગ સુનિશ્ચિત કરવા માટે લગાવવામાં આવેલાં કુલ 14 સિગ્નલ બોય પૈકીનું 4 નંબરનું સિગ્નલ બોય તણાઇને એલએનજીની જેટી પાસે આવી પહોચ્યું હતું. જેના પગલે મેરીટાઇમ બોર્ડે તે તપાસ કરાવતાં ત્રણ ચાર અજાણ્યા શખ્સોએ સિગ્નલ બોયમાંથી મરીન બેટન (સોલર લાઇટ), સ્ટડ લિંક, ડી શેલ્ક, જોઇન્ટર તેમજ સ્વિવેલ સહિતનો 2.26લાખની મત્તાનો સામાન ચોરી કરી ગયાં હતાં. જેના પગલે તેમણે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિગ્નલ બોય શું છે?
દરિયામાંથી પસાર થતાં વહાણને દિશા સુચવવા માટેનું ખાસ પ્રકારનું લાઇટવાળું મશીન દરિયામાં તરતું મુકાય છે તેને સિગ્નલ બોય કહેવાય છે. સિમેન્ટ કોન્ક્રિટ સાથે બાંધીને પાણીમાં તરી શકે તેવા ખાસ ફાયબર થકી સિગ્નલ લાઇટ આપીને વાહનોને તેનો રસ્તો દર્શાવાય છે. દર એક કિલોમીટરના અંતરે મુકવામાં આવતાં સિગ્નલ બોયની લાઇટ બે કિમી દુરથી જોઇ શકાય છે. જેથી વહાણને તેના રસ્તાનું માર્ગદર્શન મળી રહે છે. દહેજ અને ઘોઘા વચ્ચેની રો-રો સર્વિસ માટે 14 જેટલાં સિગ્નલ બોય દરિયામાં લગાવવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...