તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • જંબુસર પાલિકા સભ્યને કાંસની સફાઇ મુદ્દે પિતા પુત્રને જાનથી મારવાની ધમકી

જંબુસર પાલિકા સભ્યને કાંસની સફાઇ મુદ્દે પિતા-પુત્રને જાનથી મારવાની ધમકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 6ના સભ્ય દ્વારા ભુત ફળિયા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કાંસ પરના દબાણો દુર કરવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાન વિસ્તારમાં રહેતાં પિતા-પુત્રએ તેમની કામગીરી અટકાવવાની કોશિષ કરી ઝપાઝપી કરી તેમને જાન મારવાની ધમકી આપી હતી.

જંબુસર ન.પા.ના વોર્ડ નંબર 6ના નગરસેવક મનન ઘનશ્યામ પટેલને વિસ્તારમાં પાણીની નિકાલની સમસ્યા દુર કરવા માટે રજૂઆતો હોઇ તેમણે ચીફ ઓફિસર સાથે કામગીરી નક્કી કરી મજુરો ફાળવી વરસાદી કાસની સફાઇ કરાવી રહ્યાં હતાં. તેઓ ભુતફળિયામાં કોર્પોરેટર રસીદાબેન વલી ઘાંચીના ઘર પાસે બેઠા હતાં.ત્યારે તેજ વિસ્તારના ઇકબાલ મસાણી તેમજ વસીમ ઇકબાલ મસાણીઅે તેમની પાસે આવી અપશબ્દો ઉચ્ચારી અહીં કેમ કામ કારો છો આગળ જઇને જુઓ ત્યાં પણ દબાણો છે તેમ કહી ઝઘડો કરતા. બન્ને પક્ષે તુતુમેમે થતાં વસીમ તલવાર લઇને દોડી આવ્યો હતો અને જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપતો હતો. તેમની વચ્ચે ઝપાઝપી થતાં મનન પટેલની ગળળામાંથી સોનાની ચેન તુટીને ક્યાંક પડી ગઇ હતી. બનાવને પગલે મનન પટેલે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...