તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ગરુડેશ્વરમાં 2 કલાકમાં દોઢ ઇંચ વરસાદ કુંભીયામાં વીજળી પડતા યુવતીનું મોત

ગરુડેશ્વરમાં 2 કલાકમાં દોઢ ઇંચ વરસાદ કુંભીયામાં વીજળી પડતા યુવતીનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ અને નર્મદા જિલ્લામાં શુક્રવારે છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. નર્મદાના ગરૂડેશ્વર તાલુકામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. કુંભીયામાં વરસાદમાં ન્હાઇ રહેલા ભાઇને લેવા માટે ગયેલી બહેન પર વીજળી પડતાં તેનું મોત થયું હતું.

નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર માં પણ ભારે વરસાદ પડતા 2 કલાક માં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. કુંભીયા (કસુંબીયા) ગામે રહેતા મહેશ રેવા તડવી નો દીકરો વરસાદ માં બહાર નહતો હતો અને રમતો હતો ત્યારે જેને ઘરમાં પાછો લાવવા તેની 19 વર્ષીય રંજનબેન નાના ભાઇને લેવા માટે ગયેલ હતી. તે વખતે અચાનક વીજળી પડતાં ...અનુસંધાન પાના નં.2

ભાઇ અને બહેનને ઇજા થઇ હતી. તેમને સારવાર માટે લાવવામાં આવતાં તબીબોએ રંજન તડવીને મૃત જાહેર કરી હતી. ભરૂચ શહેર તથા જિલ્લામાં પણ શુક્રવારે છુટોછવાયા વરસાદી ઝાપટા વરસ્યાં હતાં. શહેરમાં સવારે વરસાદી ઝાપટાને કારણે વરસાદી પાણીનો ભરાવો થયો હતો.

રાજપીપળામાં વરસાદી ઝાપટાથી માર્ગો પર પાણીનો ભરાવો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...