Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - શ્રાવણના અંતિમ શનિવારે ગુમાનદેવમાં માનવ મહેરામણ ઉમટ્યું

શ્રાવણના અંતિમ શનિવારે ગુમાનદેવમાં માનવ મહેરામણ ઉમટ્યું

Divyabhaskar.com | Updated - Sep 09, 2018, 02:06 AM

Bharuch News - ભરૂચ શહેર-જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ શનિવારે સમગ્ર હનુમાન મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ઝઘડિયા...

 • Bharuch - શ્રાવણના અંતિમ શનિવારે ગુમાનદેવમાં માનવ મહેરામણ ઉમટ્યું
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ભરૂચ શહેર-જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ શનિવારે સમગ્ર હનુમાન મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ સ્થિત હનુમાનજીના મંદિરે દર્શનાર્થે જિલ્લાની આસપાસના ભક્તો પગપાળા આવ્યાં હતાં. વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પગપાળા યાત્રીઓ માટે ચા પાણી, નાસ્તો સહિતની સગવડ પૂરી પાડવામાં આવી હતી. હનુમાનદાદાના દર્શન કરવા માટે ભકતોની કતાર લાગી હતી. ગુમાનદેવ તરફ જતાં તમામ માર્ગો જયકાર વીર બજરંગી, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયાં હતાં. તસવીર-મુકેશ શાહ

  હાંસોટના તલાટીનો વિદાય સમારંભ

  હાંસોટ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા ઠાકોરભાઈ પટેલ વય નિવૃત થતાં તાલુકા પંચાયત કચેરી ખાતે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ પીરૂ મિસ્ત્રી, હાંસોટ તાલુકા તલાટી મંડળના પ્રમુખ કાંતિભાઈ પટેલ, હાંસોટ તાલુકાના તલાટી કમ મંત્રીઓ અને તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  ડેભારી શ્રી સરસ્વતી હાઈસ્કૂલમાં સ્વ - શાસન દિન અને તિથિ ભોજનની ઉજવણી

  વીરપુર - મહિસાગર જીલ્લાની શ્રી સરસ્વતી હાઈસ્કૂલ ડેભારી તા. વિરપુર માં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્‍ણન ની સ્મૃતિ માં ઉજવાતા શિક્ષક દિનની ઉજવણી ભારે હર્ષ સાથે કરવામાં આવી. જેમાં 3૬ જેટલાં વિદ્યાર્થી ભાઈ બહેનો એ ઉમળકાથી ભાગ લીધો હતો. ધો. ૧૨ ના વિદ્યાર્થી તેજસે સમગ્ર શિક્ષક દિન નું બખૂબી રીતે સંચાલન કર્યું હતું.

  અંકલેશ્વર પબ્લિક સ્કૂલ દ્વારા સ્વચ્છતા અંગે રેલી યોજવામાં આવી

  અંકલેશ્વર પબ્લિક સ્કૂલ અંગ્રેજી માધ્યમ દ્વારા શનિવારના રોજ સ્વછતા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતાનાં સૂત્રો અને ચિત્રો સાથેનાં પ્લેકાર્ડ,બેનર સાથે ફર્યા હતા.આ રેલીમાં સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ નિમીષા પટેલ તથા શિક્ષકો ઐશ્વરીયા પિલ્લઇ, દિવ્યેશ સોલંકી, સના શેખ, દુર્ગા રાવલ તેમજ અન્ય શિક્ષકો જોડાયા હતા.

  રાજપીપળાના લક્ષ્મીનારાયણ મંદિરે 56 ભોગની પ્રસાદી

  રાજપીપલાના કાછીયાવાડમાં આવેલાં લક્ષ્મી નારાયણ મંદિરે ભજનમંડળ દ્વારા 56 ભોગનું આયોજન કરાયું હતું. કાછીયાવાડમાં 300 વર્ષ પુરાણું લક્ષ્મીનારાયણ દેવનું મંદિર આવેલું છે. ભજનમંડળીની બહેનોએ ભજનોની રમઝટ બોલાવી હતી.

  ગરબાડાની કન્યા શાળામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી

  ગરબાડાની કન્યા શાળામાં શનિવારના રોજ જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેને લઇને શાળાનો સ્ટાફ સહિત બાળાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

  આજે દાહોદમાં રુદ્ર પૂજા યોજાશે

  દાહોદ સ્થિત આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસમાં સામુહિક રુદ્ર પુજાનું આયોજન કરવામાં આવ્યું છે. બેંગ્લોર આશ્રમમાંથી પધારેલા સ્વામીજી અને પંડિતો દ્વારા આ રુદ્ર પૂજા તા.9 સપ્ટેમ્બર, રવિવારે સવારે 9 વાગ્યાથી સ્ટેશન રોડ ઉપર આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે આરંભાશે. જેમાં રસ ધરાવતા દાહોદવાસીઓને જોડાવા જણાવાયું છે.

  ગીતા મંદિર વિસ્તારમાં મટકીફોડ કાર્યક્રમ યોજાયો

  ઝાલોદ નગરમાં જન્માષ્ટમીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી.તેમજ સોમવારના દિવસે રાત્રિ દરમિયાન ગીતા મંદિર ખાતે મટકીફોડ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડેલા જોવા મળ્યા હતા.આ પ્રસંગે નગરના નાના ભૂલકાઓએ ક્રુષ્ણ અને રાધા બનીને ઉપસ્થિત સૌના મન વહોરી લીધા હતા.

  સર્વ હેપ્પીનેસ સંસ્થા તરફથી પુરગ્રસ્તોને સહાય

  ભરૂચના સર્વ હેપીનેસ ફાઉન્ડેશના સ્થાપક નીતિન ટેલરએ કેરળના પુર ગ્રસ્ત લોકોની મદદ માટે ફેસબુક અને વોટ્સએપ પર નાનકડું અભિયાન ચલાવ્યું હતું અને ફક્ત 7 દિવસમાં જ 70,000 જેટલા રૂપિયા નું ભંડોળ એકત્રિત કર્યું હતું. જેના દ્વારા તેમને ભરૂચની પ્રખ્યાત એવી ચીકી તથા ચોખાની સહાય કરી છે. આ સહાય સામગ્રી અંકલેશ્વરના HMP Foundationની મદદ દ્વારા કેરળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવશે.

  પાલેજ હાઇસ્કુલમાં સ્વચ્છતા અભિયાન

  સ્વચ્છતા પખવાડિયા અભિયાન અંતર્ગત પાલેજની હાઈસ્કુલમાં સફાઇની કામગીરી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ કલાસરૂમથી માંડી રમતગમતના મેદાનની સફાઇ કરી હતી. શાળાના શિક્ષકો પિયુષ ગોસાઈ, પ્રવીણ વાણીયાએ વિદ્યાર્થીઓને ખંત પૂર્વક અને કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું.

 • Bharuch - શ્રાવણના અંતિમ શનિવારે ગુમાનદેવમાં માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ