તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Bharuch ભરૂચમાં 15 દિવસ બાદ પાણીની જૂની લાઇન બંધ કરવામાં આવશે

ભરૂચમાં 15 દિવસ બાદ પાણીની જૂની લાઇન બંધ કરવામાં આવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાં 15 દિવસ બાદ શહેરીજનોને જુની પાઇપલાઇનમાંથી આપવામાં આવતો પાણી પુરવઠો બંધ કરવામાં આવશે. જે વિસ્તારોમાં નવી અને જુની બંને લાઇન અસ્તિત્વમાં છે તેવા વિસ્તારમાં જ લોકોએ જુની લાઇનના જોડાણ બંધ કરી નવી લાઇનમાંથી જોડાણ લઇ લેવાના રહેશે. જુના ભરૂચ તથા અન્ય સ્થળોએ નાંખવામાં આવેલી પાઇપો 50થી વધારે વર્ષ જુની હતી તેને બદલીને નવી પાઇપ નાંખવામાં આવી છે. જયાં લાઇન બદલાઇ નથી ત્યાં જુની લાઇનમાંથી જ પાણીનું વિતરણ કરાશે.

જુના ભરૂચના લલ્લુભાઇ ચકલા, લાલબજાર સહિતના અનેક વિસ્તારોમાં પાણી આપવા માટે નંખાયેલી લાઇનો 50 વર્ષથી વધારે જુની હોવાથી તેમાં છાશવારે ...અનુસંધાન પાના નં.2

ભંગાણ પડતું હતું. લાઇનો જામ રહેતી હોવાથી લોકોને પુરતા દબાણથી પાણી મળતું ન હતું. નગરપાલિકાએ 2013માં 35 કરોડની પાણી યોજના અમલમાં મુકી હતી જે અંતર્ગત શહેરમાં પાણીની પાંચ નવી ટાંકી અને ત્રણ નવા સંપનું નિર્માણ કરાયું છે. વિવિધ વિસ્તારો મળી કુલ 180 કીમી લંબાઇની પાઇપલાઇન બદલવામાં આવી છે. પાઇપલાઇન બદલાયા બાદ હવે કેટલાક સ્થળોએ પાણીની નવી અને જુની એમ બંને લાઇન હયાત છે. આવા વિસ્તારોમાં 15 દિવસ બાદ જુની લાઇનમાંથી આપવામાં આવતું પાણી બંધ કરી દેવાશે. જયાં નવી લાઇન નંખાઇ નથી તેવા વિસ્તારોમાં જુની લાઇનમાંથી પાણી આપવાનું ચાલુ રાખવામાં આવશે.

35 કરોડની યોજના હેઠળ પાંચ નવી ટાંકી અને ત્રણ સંપનું નિર્માણ
જુની લાઇનમાંથી જોડાણ બંધ કરવા અપીલ છે
ભરૂચના જે વિસ્તારોમાં વર્ષો જુની પાઇપલાઇન હતી તેને બદલીને નવી નાંખવામાં આવી છે. કેટલાક સ્થળોએ નવી અને જુની એમ બંને પાણીની લાઇન ઉપલબ્ધ છે. આવા વિસ્તારોમાં રહેતા લોકોને જુની પાઇપલાઇનમાંથી ચાલતા જોડાણો બંધ કરી દેવા અપીલ કરવામાં આવે છે. જયાં નવી લાઇનો નથી ત્યાં જુની લાઇનમાં પાણી આપવાનું ચાલુ રાખવામાં આવશે. સંજય સોની, મુખ્ય અધિકારી, ભરૂચ નગરપાલિકા

પૂરતા ફોર્સથી પાણી મળતું ન હોવાની શહેરીજનોની ફરિયાદ દૂર થશે
અન્ય સમાચારો પણ છે...