ભરૂચ-દહેજ રોડ પર ક્વોરી ડસ્ટ નાંખ્યો : ધૂળની ડમરીઓ ઉડી

ટોલ અાપ્યા બાદ પણ 48 કિમીના માર્ગ પર વાહન ચલાવવાનું મુશ્કેલ : કલેક્ટરે GSRDCના અધિકારીઓનો ફરી વખત ઉઘડો લીધો ...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 02:06 AM
Bharuch - ભરૂચ-દહેજ રોડ પર ક્વોરી ડસ્ટ નાંખ્યો : ધૂળની ડમરીઓ ઉડી

ભરૂચથી દહેજને જોડતા માર્ગને સીકસ લેન બનાવાયા બાદ દોઢ વર્ષથી ટોલની વસુલાત કરવા છતાં રસ્તો એકદમ બિસ્માર હાલતમાં જોવા મળી રહયો છે. 48 કીમીના રસ્તા પર દર ચોમાસામાં મસમોટા ખાડા પડી જતાં હોવાથી વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહયાં છે. ચાલુ વર્ષે પણ રસ્તો ધોવાઇ જતાં કલેકટરે જીએસઆરડીસીના અધિકારીઓનો ઉઘડો લઇ વહેલી તકે ખાડાઓ પુરવા માટે આદેશ કર્યો છે. ક્વોરી ડસ્ટ નાખવામાં આવી હતી. જોકે ઉઘાડ નીકળતાં જ ધુળની ડમરીઓ ઉડતાં અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે.

ગુજરાત રાજય માર્ગ વિકાસ નિગમ (જીએસઆરડીસી) દ્વારા ભરૂચથી દહેજના સ્ટેટ હાઇવે નંબર 8નું વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું હતું. આ માર્ગને 6 લેન બનાવી દેવામાં આવ્યાં બાદ 2017થી ટોલ ઉઘરાવવાની શરૂઆત કરવામાં આવી છે. એલએમવી, કાર, સ્કુટર તથા થ્રી વ્હીલર વાહનોને ટેકસમાંથી મુકિત આપવામાં આવી છે. ભરૂચ જિલ્લાનું પાર્સિંગ ધરાવતાં વાહનો અને એસટી બસો પાસેથી પણ ટેકસ ઉઘરાવવામાં આવતો નથી.

દહેજ સેઝ તથા જીઆઇડીસીમાં 300 કરતાં વધારે કંપનીઓ કાર્યરત છે જેમાં કર્મચારીઓ તથા માલસામાનની હેરાફેરી માટે રોજના 3,000 કરતાં વધારે વાહનોની અવરજવર રહેતી હોય છે.આ વાહનચાલકો પાસેથી લાખો રૂપિયાનો ટેકસ વસુલવામાં આવતો હોવા છતાં રસ્તાની મરામત માટે જીએસઆરડીસી ઉદાસીન જોવા મળી રહયું છે. ટેકસની વસુલાત છતાં સારા રસ્તાની સુવિધા મળતી નહિ હોવાથી વાહનચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. દર વર્ષે ચોમાસામાં ખાડા પડી જતાં હોવાથી વાહન પલટી મારી જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. રસ્તા પર નાંખવામાં આવેલી કવોરી ડસ્ટથી હાલ વાહનચાલકો પરેશાન છે.

ચોમાસાની શરૂઆતમાં રસ્તો બિસ્માર બની જતાં કલેકટર રવિકુમાર અરોરાએ માર્ગ અને મકાન વિભાગ તથા જીએસઆરડીસીના અધિકારીઓનો જાહેરમાં ઉઘડો લીધો હતો. કલેકટરના ઠપકા બાદ ખાડાઓ પુરી લીપાપોથી કરાઇ હતી પણ ફરીથી વરસાદ ...અનુસંધાન પાના નં.2

300થી વધારે દહેજ GIDCના ઉદ્યોગો

3,000થી વધારે વાહનોની રોજની અવરજવર

1.5વર્ષ ઉપરાંતથી ટોલ ટેકસની વસુલાત

ભરૂચ અને દહેજને જોડતાં સ્ટેટ હાઇવે પર ટોલની વસુલાત કરવા છતાં માર્ગ ભંગાર છે. ચોમાસામાં રસ્તા સરખા કરવા ક્વોરી ડસ્ટ નાંખી પણ ઉઘાળ નીકળતાં જ ધુળની ડમરીઓ ઉડતા ગોઝારા અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે. તસવીર રાજેશ પેઇન્ટર

કેશરોલ ટોલ નાકા પર કેટલો ટોલ વસુલાય છે

વાહનનો પ્રકાર ટોલની રકમ (રૂપિયામાં)

ટુ એકસેલ ટ્રક 170

થ્રી એકસેલ ટ્રક 185

હેવી કન્સટ્રકશન વ્હીકલ 285

લાંબા ભારદારી વાહનો 340

ફ્લાયઓવર બ્રિજ પર હાલત સૌથી ખરાબ

ભરૂચ અને દહેજને જોડતા સીકસ લેન રોડ પર નંદેલાવ અને જંબુસર ચોકડી એમ બે જગ્યાએ ફલાયઓવર આવેલા છે. આ બંને ફલાયઓવર પર દર ચોમાસામાં મસમોટા ખાડા પડી જતાં હોય છે. દહેજ જીઆઇડીસીમાંથી કેમિકલ અને ગેસ ભરેલા વાહનોની અવરજવર વધારે રહે છે ત્યારે ખાડાના કારણે આવા વાહનો પલટી મારી જાય તો મોટી હોનારત થવાની શકયતા નકારી શકાય તેમ નથી.

X
Bharuch - ભરૂચ-દહેજ રોડ પર ક્વોરી ડસ્ટ નાંખ્યો : ધૂળની ડમરીઓ ઉડી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App