Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - ભરૂચની સિવિલ હોસ્પિટલ પાસે કચરાપેટીમાં ભેદી ધડાકાથી નાસભાગ

ભરૂચની સિવિલ હોસ્પિટલ પાસે કચરાપેટીમાં ભેદી ધડાકાથી નાસભાગ

Divyabhaskar.com | Updated - Sep 09, 2018, 02:06 AM

કોઇ ટીખળબાજે ફટાકડા નાંખતા આગ ફાટી નીકળી હોવાનું અનુમાન GEBનું ટ્રાન્સફોર્મર આગની ઝપેટમાં ન આવતા હોનારત...

  • Bharuch - ભરૂચની સિવિલ હોસ્પિટલ પાસે કચરાપેટીમાં ભેદી ધડાકાથી નાસભાગ
    ભરૂચની સિવિલ હોસ્પિટલ પાસે નગરપાલિકાએ મુકેલી કચરાપેટીમાં કોઇ ટીખળબાજે ફટાકડા ફોડતા આગ લાગી હતી. કચરાપેટીમાંથી ધડાકાનો અવાજ આવતાં સ્થાનિક રહીશો એકત્ર થઇ ગયા હતાં. નગરપાલિકાના લાશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે નજીકમાં આવેલું ટ્રાન્સફોર્મર આગની ઝપેટમાં ન આવતા હોનારત થતાં અટકી હતી.

    શહેરની સિવિલ હોસ્પિટલના રોડ પર શુક્રવારે રાત્રીના સમયે કચરાપેટીમાંથી ધડાકા થતાં આસપાસના રહીશો એકત્ર થઇ ગયાં હતાં. કચરામાં આગ લાગતા ફાયરબ્રિગેડને જાણ કરાઇ હતી. લાશ્કરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તબકકે કોઇ ટીખળબાજે કચરાપેટીમાં ફટાકડા નાખતા ધડાકા સાથે આગ ફાટી નીકળી હોવાનું સામે આવ્યું છે.

    કચરાપેટીની નજીકમાં જ જીઇબીનું ટ્રાન્સફોર્મર આવેલું છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ન હોવાથી મોટી હોનારત થતાં અટકી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending