વિછીયાદમાં તળાવ કિનારે જુગાર રમતાં 8 ઝડપાયાં

Bharuch - વિછીયાદમાં તળાવ કિનારે જુગાર રમતાં 8 ઝડપાયાં

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:06 AM IST
વાગરા તાલુકામાં આવેલાં વિછીયાદ ગામે તળાવ કિનારે પાળ પર જુગાર રમતાં 8 જુગારિયાઓને વાગરા પોલીસે ઝડપી પાડ્યાં હતાં. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા તેમજ જુગારના સાધનો જપ્ત કરી તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાગરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે, વિછીયાદ ગામે તળાવની પાળ પર કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે તેઓ તેમની ટીમ સાથે તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. પોલીસે વિસ્તારને ચારેય તરફથી કોર્ડન કરી જુગાર રમતાં વિજય ભીમા રાઠોડ, જીવણ લલ્લુ રાઠોડ, કમલેશ છીતુ રાઠોડ, વિનોદ મનસુખ રાઠોડ, શનુ અંબુ રાઠોડ, અરવિંદ શીવા રાઠોડ, અજય રતન રાઠોડ, તેમજ રમેશ પુના રાઠોડને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા તેમજ જુગારના સાધનો જપ્ત કરી તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
Bharuch - વિછીયાદમાં તળાવ કિનારે જુગાર રમતાં 8 ઝડપાયાં
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી