તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • રાજયસભાના સાંસદ અહમદ પટેલે તેમનો જન્મદિવસ નહીં ઉજવવા અપીલ કરી

રાજયસભાના સાંસદ અહમદ પટેલે તેમનો જન્મદિવસ નહીં ઉજવવા અપીલ કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશના પુર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયી અને ભરૂચના પુર્વ ધારાસભ્ય સ્વ. મહંમદ ફાંસીવાલાના નિધનને પગલે રાજયસભાના સાંસદ અહમદ પટેલે તેમના જન્મ દિવસની ઉજવણી નહિ કરવા રાજયભરના કાર્યકરોને અપીલ કરી છે.

રાજયસભાના સાંસદ અહમદ પટેલનો અાજે 69મો જન્મદિવસ છે પણ દેશના પુર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી બાજપાઇ અને ભરૂચના પુર્વ ધારાસભ્ય સ્વ. મહંમદ ફાંસીવાલાના નિધનના પગલે તેમણે રાજયભરના આગેવાનો, કાર્યકરો અને પ્રસંશકોને જન્મદિવસની ઉજવણી નહિ કરવા તેમણે અપીલ કરી છે.

તેમણે પૂર્વ ધારાસભ્ય મહંમદ ફાંસીવાલાને શ્રધ્ધાસુમન અર્પણ કરતાં તેમણે જણાવ્યું હતું કે, બે ટર્મ સુધી ભરૂચના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરી મહંમદ ફાંસીવાલાએ જનતાના અવાજને વાચા આપી અનેક લોકહિતના કાર્ય કર્યા હતાં. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે તેમણે સેવા આપી હતી. માત્ર રાજકીય ક્ષેત્રમાં જ નહિ પરંતુ ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં પ્રમુખ તરીકે તેમણે આરોગ્ય અને શૈક્ષણિક ક્ષેત્રમાં પણ સમાજ પરત્વે પોતાનું ઋુણ અદા કર્યું છે. અલ્લાહતાલા તેમને જન્નતનશીન કરે. તેઓના નિધનથી જિલ્લાએ એક સક્ષમ નેતા ઉપરાંત ઉમદા વ્યકતિને ગુમાવ્યાં છે. તેમની ખોટ સદાયે વર્તાતી રહેશે.

અન્ય સમાચારો પણ છે...