Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - ભરૂચ જિલ્લા પંચાયત ખાતે કરાર આધારીત કર્મીઓનું વિરોધ પ્રદર્શન

ભરૂચ જિલ્લા પંચાયત ખાતે કરાર આધારીત કર્મીઓનું વિરોધ પ્રદર્શન

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:06 AM

હેલ્થ મિશન હેઠળના કર્મચારીઓની હડતાળ : પગાર વધારાની જાહેરાતના અમલીકરણની માંગ

  • Bharuch - ભરૂચ જિલ્લા પંચાયત ખાતે કરાર આધારીત કર્મીઓનું વિરોધ પ્રદર્શન
    ભરૂચ જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન હેઠળ કરાર આધારિત નોકરી કરી રહેલાં કર્મચારીઓએ પગાર વધારાના હૂકમના અમલીકરણ મુદ્દે આજે ભરૂચ જિલ્લા પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યાં સુધી સરકાર દ્વારા ન્યાય આપવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે તેમ સંગઠિત થયેલાં કર્મચારીઓએ જણાવ્યું હતું.

    ભરૂચ જિલ્લા હેલ્થ મિશન હેઠળ વર્ષોથી કરાર આધારિત નોકરીમાં ફરજ બજાવતાં કર્મચારીઓના પગારધોરણમાં વધારો કરવાની માંગ સાથે અનેક રજૂઆતો કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ગત 28મી મેના રોજ નેશનલ હેલ્થ મિશન દ્વારા પગાર વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

    ...અનુસંધાન પાના નં.2

    પરંતુ સમય વિતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા કરાર આધારિત કર્મચારીઓના પગારમાં કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો. જેના થોડા સમય બાદ 14મી જૂનના રોજ સુધારા માટે આ પગાર વધારો પરત ખેંચવામાં આવ્યો હતો. અને તેના સુધારા બાદ નવો પગાર સત્વરે આપવામાં આવશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી હતી. પરંતુ તે બાદ કર્મચારીઓના પગારમાં કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો. જેના પગલે નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત કર્મચારી મંડળ, ગુજરાતના પ્રમુખ વિનોદ પંડ્યા તેમજ મંત્રી જનક પટેલે જો 4 સપ્ટેમ્બર સુધીમાં પગાર વધારાનું અમલીકરણ નહીં આવે તો તમામ કરાર આધારિત કર્મચારીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે હડતાળ પર ઉતરશે તેવી ચીમકી આપી હતી. તેમ છતાં કર્મચારીઓની માંગણીઓ તરફ વહિવટી તંત્રએ કોઇ ધ્યાન નહીં આપતાં આખરે નેશનલ હેલ્થ મિશન હેઠળ વર્ષોની કરાર હેઠળ ફરજ બજાવી રહેલાં કર્મચારીઓએ મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા પંચાયત ખાતે એકત્ર થઇ સરકારની કર્મચારીઓ વિરોધની નિતી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત જ્યાં સુધી સરકાર દ્વારા તેમની માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓની હડતાળ ચાલું રહેશે તેમ જણાવ્યું હતું.

    નેશનલ હેલ્થ મિશન હેઠળ કરાર આધારિત નોકરી કરતા કર્મચારીઓએ પગાર વધારાની માંગ સાથે જિલ્લા પંચાયત ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ