તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Bharuch ભાલોદમાં નર્મદામાં ઝાડી ઝાંખરાં નાંખી કરાતી માછીમારી સામે વિરોધ

ભાલોદમાં નર્મદામાં ઝાડી-ઝાંખરાં નાંખી કરાતી માછીમારી સામે વિરોધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝગડીયાની ભાલોદ ગ્રામ પંચાયતે નર્મદા નદીમાં ઝાડી-ઝાંખરા નાંખી માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં કેટલાક માછીમારો ઠરાવનું પાલન કરતાં નહિ હોવાથી અન્ય માછીમારોની જાળને નુકશાન થતું હોવાની ફરિયાદો ઉઠી છે. આ પ્રકારે માછીમારીથી નદીમાં પ્રદુષણ ફેલાઇ રહયું છે.

ભાલોદ ગામના તથા તાલુકા બહારના કેટલાક માછીમારોના મેળાપીણામાં નર્મદા નદીમાં ઝાંડી-ઝાંખરા નાંખી માછીમારી કરાવી રહયા છે ભાલોદ ગ્રામ પંચાયતે આ પ્રકારની માછીમારી પર પ્રતિબંધ મુકતો ઠરાવ પણ કર્યો છે. તેમ છતાં કેટલાક માથાભારે ઇસમો ઝાડી-ઝાંખરા નર્મદાના પ્રવાહમાં નાંખી ઝીગાંના બિયારણ માછીમારી કરી રહયાં છે. નદીમાં ઝાડી ઝાંખરાના કારણે અન્ય માછીમારોની જાળને નુકશાન થઇ રહયું છે. આ પ્રવૃતિને બંધ કરાવવા માટે માછીમારો તથા ગ્રામજનોએ ભાલોદ ગ્રામ પંચાયત,વન વિભાગ,તાલુકા વિકાસ અઘિકારી૫,રાજપારડી પોલીસ, મથકે લેખીતમાં રજુઆત કરી છે. હવે તંત્ર શુું પગલા ભરે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...