Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - ભરૂચના શક્તિનાથ મંદિરમાંથી બે તસ્કરો 25 કિલોની દાનપેટી ઉઠાવી ગયાં

ભરૂચના શક્તિનાથ મંદિરમાંથી બે તસ્કરો 25 કિલોની દાનપેટી ઉઠાવી ગયાં

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:06 AM

Bharuch News - 1 દરવાજો તોડી અંદર પ્રવેશતા તસ્કરો

  • Bharuch - ભરૂચના શક્તિનાથ મંદિરમાંથી બે તસ્કરો 25 કિલોની દાનપેટી ઉઠાવી ગયાં
    નંદેલાવ રોડની આશ્રય સોસાયટીમાં આવેલા જગન્નાથ મંદિર બાદ હવે શકિતનાથ મહાદેવ મંદિરમાં તસ્કરોએ કસબ અજમાવ્યો છે. શહેરના હાર્દસમા વિસ્તારમાં આવેલાં શકિતનાથ મહાદેવ મંદિરમાં પ્રવેશેલા બે તસ્કરો 25 કીલોની મોટી અને અન્ય છ નાની મળી સાત દાનપેટી ઉઠાવી નાસી છુટયાં હતાં. ચોરીની જાણ થતાં મંદિરના ટ્રસ્ટી માનસિંગ રાણા તથા એ ડીવિઝનનો પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો. ટ્રસ્ટીના જણાવ્યા અનુસાર તસ્કરોએ મંદીરના આગળના બે દરવાજા પગથી તોડી લાક્ડાના દરવાજાને પણ તોડવા સાથે મંદિરના વાયરીંગને પણ નુકશાન પહોંચાડાયું છે. ટુંકા ગાળામાં બે મંદિરોમાં બનેલા ચોરીના બનાવોથી શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઇ છે. તસ્કરોના આતંકને ડામવા પોલીસ નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી લોકો માંગ કરી રહયાં છે.

    2

    દાનપેટીનું નિરીક્ષણ કર્યું

    3

    દાનપેટી હાથમાં ઉઠાવી

    4

    દાનપેટી ઉઠાવી બહાર જતા ચોરો

    5

    ખુલ્લા દરવાજામાંથી પેટી સેરવી ગયા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ