તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Bharuch ટ્રેનમાં વિદેશી દારૂની ખેપ મારતાં અાણંદના બે ખેપિયા ઝડપાયાં

ટ્રેનમાં વિદેશી દારૂની ખેપ મારતાં અાણંદના બે ખેપિયા ઝડપાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ રેલવે પોલીસે બાંન્દ્રા ચંડીગઢ ટ્રેનમાં વિદેશીદારૂની ખેપ મારતાં અાણંદના બે ખેપિયાઅોને વિદેશીદારૂની બોટલો સાથે ઝડપી પાડ્યાં હતાં. પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાં બાંન્દ્રા ચંડિગઢ અેક્સપ્રેસ ટ્રેનમાં તેઅોઅે તપાસ કરતાં અેસ-1 કોચના કોરીડોરમાં બે શખ્સોની ગતિવિધી શંકાસ્પદ જણાતાં પોલીસે બન્નેની અટકાયત કરી તેમની તલાશી લેતાં તેમની પાસેનાં થેલાઅોમાં વિદેશીદારૂની 6-6 બોટલો ભરેલી જણાઇ હતી. જેના પગલે તેમની પુછપરછ કરતાં તેમના નામન અાઝાદ રામચરણ ચૌહાણ તેમજ નરેન્દ્રસિંહ મોહનસિંહ ચૌહાણ ( બન્ને રહે. અાણંદ) હોવાનું માલુમ પડ્યું હતું.

પોલીસે બન્ને વિરૂદ્ધ પ્રોહિબિશન અેક્ટ હેઠળ ગુનો નોંધી તેઅો વિદેશીદારૂનો જથ્થો ક્યાંથી લાવ્યાં અને વિદેશીદારૂનો જથ્થો કોને અાપવાના હતાં. તે અંગેની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લાં કેટલાંક સમયથી નેશનલ હાઇવે તેમજ અન્ય રસ્તાઅો પર પોલીસ તંત્ર દ્વારા વિદેશીદારૂની હેરાફેરીને અંકુશમાં લાવવા સઘન ચેકીંગ હાથ ધરવામાં અાવી રહ્યું છે. જેના પગલે હવે ખેપિયાઅો ટ્રેનમાં નાના-નાના પાયે વિદેશીદારૂની બોટલોની ખેપ મારી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...