Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - મનુબરના ઇંટવાલા બંધુઓ દિલ્હીથી ડ્રગ્સ મંગાવી હાજમોલાના રેપરમાં પેક કરતાં હતાં

મનુબરના ઇંટવાલા બંધુઓ દિલ્હીથી ડ્રગ્સ મંગાવી હાજમોલાના રેપરમાં પેક કરતાં હતાં

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:06 AM

દિલ્હીના નિવાન નિપુનની સપ્લાયર તરીકે સંડોવણી બહાર અાવી પોલીસે 4.36 લાખની 4.866 કિગ્રા ગોળીઓ, 265 ગ્રામની...

  • Bharuch - મનુબરના ઇંટવાલા બંધુઓ દિલ્હીથી ડ્રગ્સ મંગાવી હાજમોલાના રેપરમાં પેક કરતાં હતાં

    ભરૂચના મનુબર ગામેથી બે શખ્સોને નાર્કોટિક્સ ડ્રગ્સના કૌભાંડમાં એસઓજી પોલીસે ઝડપી પાડ્યાં હતાં. દિલ્હીથી નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો ભરૂચ મંગાવી તેને હાજમોલાના રેપરમાં પેકિંગ કરી કેનેડા મોકલાવાનું ષડયંત્ર રચનારા બન્ને આરોપીઓ પાસેથી પોલીસે કુલ 4.36 લાખની મત્તાની 4.866 કિગ્રા ગોળીઓ તેમજ 265 ગ્રામ કેપ્શ્યુલ મળી કુલ 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દિલ્હીના નિવાન નિપુન નામના ઇસમ ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું બહાર આવતાં તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયાં છે.

    ભરૂચ એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભરૂચના મનુબર ગામે રહેતો રિઝવાન ઇશાક મુસા પટેલ ભરૂચથી કેનેડા નાર્કોટીક્સ ડ્રગ્સ મોકલાનું કૌભાન્ડ આચરે છે. જેના આધારે એસઓજીની ટીમે મનુબર ખાતે તેના ઘરે દરોડો પાડતાં રિઝવાન તેમજ તેનો સાગરિત રાહૂલ નરસિંહ પરમાર ઝડપાઇ ગયો હતો. પોલીસે તેના ઘરમાં તપાસ કરતાં નાર્કોટીક્સ ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો. ઉપરાંત હાજમોલાના રેપર તેમજ રેપર પેકિંગનું મશીન, વજન કાંટો સહિતનો સામાન મળી આવતાં

    ...અનુસંધાન પાના નં.2

    પોલીસે તે બન્નેની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તેના કેનેડા ખાતે રહેતાં પિતરાઇ ભાઇ ઇમરાન રઇશ અહમદ મુસા ઇંટવાલાએ તેનો સંપર્ક દિલ્હીના નિવાન નિપુન નામના શખ્સ સાથે કરાવ્યો હતો. જે બાદથી તે નિવાન પાસેથી નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો ભરૂચ મંગાવતો હતો. અને ભરૂચમાં તેનું હાજમોલાના રેપરમાં રિપેકિંગ કરી પોસ્ટ ઓફિસમાંથી એર પાર્સલ કરી કેનેડા મોકલતો હતો. મામલામાં રાહૂલ નરસિંહ પરમાર તેનું પાર્સલ કરવા જવા સહિતની મદદગીરી કરતો હતો. પોલીસે તેના ઘરમાંથી કુલ 4.36 લાખની મત્તાનો 4.866 કિગ્રાની ગોળીઓ અને 265 ગ્રામની કેપ્શ્યુલ, પેકિંગ માટેનું મશીન, વજન કાંટો તેમજ બે બાઇક મળી કુલ 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

    અગાઉ પણ ડ્રગ્સના પાર્સલ કેનેડા મોકલ્યાં હતાં

    પોલીસે રિઝવાન તેમજ રાહૂલના પાકિટ તપાસતાં તેમાંથી પાર્સલ કર્યાની રસીદો મળી આવી હતી. જેમાં 2 ઓગષ્ટે તેમજ 14 ઓગષ્ટે એન્ડ્રયુ ડિસોઝાના નામે કેનેડા ગાતે બે પાર્સ મોકલ્યાં હતાં. જ્યારે ગઇકાલે જ 15મી સપ્ટેમ્બરે સવારે મી. માર્ક વુડના નામે અેક પાર્સલ કરાયાની રસીદ રાહૂલના પાકિટમાંથી મળી હતી.

    ત્રણ મહિના ઉપરાંતથી ચાલતું હતું કૌભાંડ

    ભરૂચ SOGની ટીમે રિઝવાન તેમજ રાહૂલની ધરપકડ કર્યા બાદ તેમની ઉલટ તપાસ કરતાં તેમણે કબુલ્યું હતું કે, છેલ્લાં ત્રણેક મહિનાથી તેઓ કારસાને અંજામ આપી રહ્યાં હતાં. જોકે પોલીસે તેમના રિમાન્ડ મેળવાની કવાયત હાથ ધરી વધુ વિગતો મેળવવાની કોશિષ કરી રહી છે.

    કેનેડાના પિતરાઇ ભાઇના ઇશારે કારસો રચાયો

    ઝડપાયેલાં રિઝવાને હાલમાં પોલીસની પુછપરછમાં કારસાનો માસ્ટર માઇન્ડ તેનો પિતરાઇ ભાઇ ઇમરાન હોવાનું જણાવ્યું છે. પોલીસે ઇમરાનની ધરપકડ કેવી રીતે કરી શકાય તે માટેની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending