શ્રાવણના અંતિમ શનિવારે હનુમાન મંદિરે ભીડ જામશે

Bharuch - શ્રાવણના અંતિમ શનિવારે હનુમાન મંદિરે ભીડ જામશે

DivyaBhaskar News Network

Sep 08, 2018, 02:06 AM IST
શ્રાવણ મહિનાનાં અંતિમ શનિવારે ભરૂચ અને નર્મદા જિલ્લામાં હનુમાનદાદાનાં મંદિરો ભક્તો તેમજ શ્રદ્ધાળુઓના ભારે ઘસારાથી દિવસભર ધમધમી ઉઠશે. ઝઘડિયાનાં પ્રસિધ્ધ ગુમાનદેવ દાદાનાં મંદિરે હજારોનું માનવ મહેરામણ અને પગપાળા યાત્રાળુઓ ઉમટી પડ્યાં હતાં.

શ્રાવણનાં અંતિમ શનિવારે હનુમાન મંદિરો ભક્તો અને શ્રધ્ધાળુઓથી છલકાઇ ઉઠશે. મંદિરોમાં રામધૂન, હનુમાન ચાલીસા, ભજન કિર્તન સહિતનાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ગુમાનદેવ દાદાનાં મંદિરે શહેર અને જિલ્લામાંથી શુક્રવારની રાત્રિથી જ પગપાળા યાત્રાળુઓ દાદાનાં દર્શને ઉમટી પડતાં શહેરનાં મુખ્ય માર્ગો અને મુલદ ચોકડીથી ગુમાનદેવ સુધીના માર્ગ પર ...અનુસંધાન પાના નં.2જય બજરંગી, રામભક્ત હનુમાન કી જય સહિતના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. નાહિયેર હિઠલા હનુમાન મંદિરે પણ દર્શન અને મેળામાં મહાલવા ભક્ત મહેરામણ ઉમટી પડશે. ભરૂચ, અંકલેશ્વર, નેત્રંગ, વાલિયા, નાહિયેર, હઠીલા હનુમાન, ભીડભંજન હનુમાન, કષ્ટમોચન હનુમાન, જાગેશ્વર હનુમાન, સંકટ મોચન હનુમાન સહિત ભરૂચ જિલ્લાનાં તમામ હનુમાન મંદિરે ભક્તની ભારે ભીડ જામશે. નર્મદા જિલ્લામાં રાજપીપળા, તિલકવાડા, સાગબારા, દેડિયાપાડા, કેવડિયા સહિતનાં વિસ્તારોમાં આવેલા હનુમાનદાદાનાં મંદિરોએ લોકોનો ભારે ઘસારો જોવા મળશે. રાજપીપળાનાં સંકટ મોચન હનુમાને ભજન, કિર્તન, અખંડ રામધૂન, હનુમાન ચાલીસા સહિતનાં વિવિધ ધાર્મિક કાયક્રમોનું આયોજન કરાયું છે.

X
Bharuch - શ્રાવણના અંતિમ શનિવારે હનુમાન મંદિરે ભીડ જામશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી