તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Bharuch ભરૂચની સંતોષી વસાહતના મુખ્ય રોડ પર પેવર બ્લોકની મંજૂરી સામે વિરોધ

ભરૂચની સંતોષી વસાહતના મુખ્ય રોડ પર પેવર બ્લોકની મંજૂરી સામે વિરોધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચની સંતોષી વસાહતમાંથી પસાર થતાં મુખ્ય રસ્તા પર પેવર બ્લોક નાંખવાની મંજૂરી મળતાં નુરાની તેમજ આસપાસ આવેલી ચાર સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. પેવર બ્લોક નંખાયા બાદ આ રસ્તો બંધ કરી દેવામાં આવે તો સોસાયટીના રહીશોનો અવરજવરનો માર્ગ બંધ થઇ જાય તેવી ભીતી સેવાઇ રહી છે.

નગરપાલિકાના વોર્ડ નંબર 1માં આવેલી નુરાની, સાબેનાપાર્ક, બીજલીનગર અને હબીબપાર્કના 3,000 જેટલા રહીશો સંતોષી વસાહતમાંથી પસાર થતાં મુખ્ય રસ્તા પર પેવર બ્લોકની મંજૂરીનો વિરોધ કરી રહયાં છે. સબજેલની પાછળના ભાગમાં આવેલી સોસાયટીના રહીશો અવરજવર માટે સંતોષી વસાહતમાંથી પસાર થતાં હોય છે. થોડા સમય અગાઉ સંતોષી વસાહતના જે ચોકમાંથી વાહનચાલકો પસાર થતાં હતાં તે ચોકમાં પેવર બ્લોક નાંખી દેવાયા હતાં અને ...અનુસંધાન પાના નં.2

સંતોષી વસાહતમાં પેવર બ્લોક નાંખ્યા બાદ અગાઉ બંધ કરી દેવાયેલો રસ્તો નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...