• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Bharuch
  • Bharuch ભરૂચ જિલ્લામાં એક જ દિવસમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થયો

ભરૂચ જિલ્લામાં એક જ દિવસમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થયો

Bharuch - ભરૂચ જિલ્લામાં એક જ દિવસમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થયો

DivyaBhaskar News Network

Sep 08, 2018, 02:06 AM IST
ભરૂચ શહેર જિલ્લામાં આજે શુક્રવારે આકાશમાંથી અગનવર્ષા વરસી હોય તેવો અનુભવ થયો હતો. તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થતાં શહેરીજનો ગરમીથી પરેશાન થઇ ગયાં હતાં. જોકે તડકાને કારણે ખેતરોમાં પાણી સુકાતાં ખેડૂતોએ રાહત અનુભવી હતી.

ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસાની સિઝન વચ્ચે આજે શુક્રવારે ઉનાળાની ગરમીનો અહેસાસ થયો હતો. છેલ્લાં એક સપ્તાહથી પંથકમાં 30 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો રહ્યો છે. ત્યારે આજે શુક્રવારે તાપમાનનો પારો 32 ડિગ્રી જેટલો નોંધાયો હતો. એક જ દિવસમાં તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થતાં શહેરી વિસ્તારોમાં લોકો ગરમીથી પરેશાન થઇ ગયાં હતાં. ચોમાસામાં પણ ઉનાળાની ગરમી જેવો અહેસાસ થઇ રહ્યો હતો. બીજી તરફ ખેડૂતો સારો તડકો પડ્યો હોવાથી રાહત અનુભવી રહ્યાં છે.

જિલ્લાના ખેડૂતોએ એકંદરે વાવેતર પુર્ણ કરી દીધું છે. ત્યારે ખેતરોમાં વધારે પડતાં પાણીથી ભીની થયેલી જમીન તડકાને કારણે સુકાઇ જવાની શક્યતાઓથી ખેતીને લાભકારક બની શકે તેમ હોઇ ખેડૂતોએ રાહત અનુભવી છે.

X
Bharuch - ભરૂચ જિલ્લામાં એક જ દિવસમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી