• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Bharuch
  • Bharuch - ભરૂચમાં રવિવારે બપોરે વરસાદી ઝાપટાથી ગણેશ આયોજકોમાં દોડધામ

ભરૂચમાં રવિવારે બપોરે વરસાદી ઝાપટાથી ગણેશ આયોજકોમાં દોડધામ

ભાદરવા સુદ ચોથે ગણેશજીની સ્થાપના, સાતમે મેઘરાજાનો અભિષેક લો પ્રેસરના કારણે વરસાદ વરસ્યો

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:06 AM
Bharuch - ભરૂચમાં રવિવારે બપોરે વરસાદી ઝાપટાથી ગણેશ આયોજકોમાં દોડધામ
ભરૂચમાં ગણેશ મહોત્સવની ધામધુમથી ઉજવણી ચાલી રહી છે તેવામાં રવિવારે બપોરે વરસાદી ઝાપટું આવતાં ગણેશ આયોજકોમાં દોડધામ મચી ગઇ હતી. આકાશમાં વાદળોની હાજરી વચ્ચે લો પ્રેસર સર્જાતા વરસાદ વરસ્યો હતો. ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશજીની સ્થાપના થઇ હતી અને સાતમે મેઘરાજાએ અભિષેક કર્યાની લાગણી ભાવિક ભકતોએ અનુભવી હતી.

ભરૂચમાં ચોમાસું લગભગ પૂર્ણ થઇ ગયું છે અને અત્યાર સુધીમાં મોસમનો 101.84 ટકા જેટલો

...અનુસંધાન પાના નં.2

વરસાદ નોંધાઇ ચુકયો છે. ભાદરવો મહિનો શરૂ થતાંની સાથે આકાશમાંથી અગનગોળા વરસી રહયા હોવાથી લોકો આકારા તાપનો સામનો કરી રહયાં છે. રવિવારે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યાં બાદ વરસાદ વરસવાની શરૂઆત થઇ હતી. વરસાદને કારણે ગણેશ આયોજકોમાં દોડધામ મચી હતી. 30 મિનિટ બાદ વરસાદ અટકી જતાં આયોજકોને હાશકારો થયો હતો. આકાશમાં વાદળોની હાજરી વચ્ચે લો પ્રેસર થવાથી વરસાદ વરસ્યો હતો.

નવરાત્રી સુધી વરસાદી ઝાપટાની શકયતા

સામાન્ય રીતે હવે ચોમાસાનું સમાપન થઇ ગયું છે. આકાશમાં વાદળો હોવાથી લો- પ્રેસર થાય ત્યારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. આવા ઝાપટાની નવરાત્રી સુધી શકયતા છે. આ ઝાપટાથી ખેતીને ફાયદો થશે. મુકેશ પટેલ, મદદનીશ સહસંશોધક વૈજ્ઞાનિક, ભરૂચ

રવિવારે બપોરે વરસાદી ઝાપટાને કારણે ગણેશ આયોજકોમાં દોડધામ મચી હતી.

X
Bharuch - ભરૂચમાં રવિવારે બપોરે વરસાદી ઝાપટાથી ગણેશ આયોજકોમાં દોડધામ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App