ભરૂચ સિવિલના ખાનગીકરણ સામે કોંગ્રેસની રેલી

Bharuch - ભરૂચ સિવિલના ખાનગીકરણ સામે કોંગ્રેસની રેલી
Bharuch - ભરૂચ સિવિલના ખાનગીકરણ સામે કોંગ્રેસની રેલી
Bharuch - ભરૂચ સિવિલના ખાનગીકરણ સામે કોંગ્રેસની રેલી

DivyaBhaskar News Network

Sep 08, 2018, 02:06 AM IST

ભરૂચ સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં શુક્રવારે કોંગ્રેસે રેલી યોજી હતી. કોંગ્રેસના આગેવાનોએ રાજય સરકાર અને ખાનગી સંસ્થા વચ્ચે થયેલા કરારની વિગતો જાહેર કરી કથિત ભ્રષ્ટાચારની સીબીઆઇ તપાસની માંગણી કરી હતી. કોંગ્રેસના કાર્યકરો સ્ટેશન રોડ સ્થિત કાર્યાલયથી લારીમાં દર્દી બનીને કલેકટર કચેરી સુધી આવ્યાં હતાં. કલેકટર કચેરીના પટાંગણમાં મહિલાઓએ થાળી વગાડીને વિરોધ દર્શાવ્યો હતો. જો સિવિલનું ખાનગીકરણ નહિ અટકે તો આગામી દિવસોમાં કલેકટર કચેરીને તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવી છે.

ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓ માટે આર્શીવાદરૂપ સિવિલ હોસ્પિટલને ખાનગી કંપનીને સોપી દેવાના વિરોધમાં શુક્રવારે કોંગ્રેસ મેદાનમાં આવ્યું હતું. સ્ટેશન રોડ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતેથી કલેકટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી. જેમાં કેટલાક કોંગ્રેસી કાર્યકરો દર્દી બનીને લારીમાં કલેકટર કચેરીએ આવ્યાં હતાં. કલેકટર કચેરીના પટાંગણમાં મહિલાઓએ થાળી વગાડી સરકારના ખાનગીકરણના નિર્ણયને વખોડ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ રાજય સરકાર અને ખાનગી સંસ્થા વચ્ચે થયેલા કરારની વિગતો જાહેર કરી કથિત ભ્રષ્ટાચારની CBI તપાસની માંગ કરી હતી. સિવિલનું ખાનગીકરણ અટકાવવા તંત્ર પગલા નહીં ભરે તો આગામી દિવસોમાં કલેકટર કચેરીને તાળાબંધી કરવા ચીમકી આપવામાં આવી છે.

કોંગ્રેસની મહિલા મોરચાની બહેનોએ કલેક્ટર કચેરીના પરીસરમાં થાળી ખખડાવી સિવિલનું ખાનગીકરણ રોકવા સરકાર જાગે તેવા પ્રયાસો કર્યા હતા.

કથિત ભ્રષ્ટાચારની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવા માંગણી કરાઇ

સિવિલના ખાનગીકરણના વિરોધમાં કોંગી કાર્યકરો પાટાપીંડી કરી દર્દી બની લારીઓ સાથે આવી રેલીમાં જોડાયા હતા.

વહીવટી તંત્ર પગલા નહીં ભરે તો કલેકટર કચેરીને તાળાબંધીની ચીમકી

કોંગ્રેસની મુખ્ય માંગણીઓ અને વિરોધના કારણ

ખાનગીકરણ કરી ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવાનો કારસો

દર્દીઓને મળતી નિ:શુલ્ક આરોગ્ય સેવા બંધ થવાની શક્યતા

600 કરોડની સિવિલની સંપત્તિ એક રૂપિયાના ટોકને આપવું ખોટુ

સરકાર-ખાનગી સંસ્થા વચ્ચેના કરારની વિગતો જાહેર કરાઇ

મેડીકલ કોલેજ આવકાર્ય પણ સિવિલનું ખાનગીકરણ નહિ

કલેકટર નહીં મળતાં કોંગી આગેવાનો લાલઘૂમ

કોંગ્રેસના આગેવાનો કલેકટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતાં. પરંતુ કલેકટર રવિકુમાર અરોરા મિટિંગમાં હોવાથી તેમણે એસડીએમ દેસાઇને આવેદનપત્ર સ્વીકારવા મોકલ્યાં હતાં. કલેકટર દર વખતે કોંગ્રેસના ડેલીગેશનને મળવાનું ટાળટા હોવાનો આક્ષેપ કરી કોંગી આગેવાનોએ લોબીમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આગામી કાર્યક્રમોમાં કલેકટર જાતે આવેદનપત્ર સ્વીકારે તેવી રજૂઆત એસડીએમને કરવામાં આવી છે.

X
Bharuch - ભરૂચ સિવિલના ખાનગીકરણ સામે કોંગ્રેસની રેલી
Bharuch - ભરૂચ સિવિલના ખાનગીકરણ સામે કોંગ્રેસની રેલી
Bharuch - ભરૂચ સિવિલના ખાનગીકરણ સામે કોંગ્રેસની રેલી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી