Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - ભરૂચ સ્થિત વીજ કંપનીમાં કરોડોના કૌભાંડની ચીફ વિજિલન્સને રજૂઆત

ભરૂચ સ્થિત વીજ કંપનીમાં કરોડોના કૌભાંડની ચીફ વિજિલન્સને રજૂઆત

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 02:06 AM

રિટાયર્ડ એક્ઝિક્યુટિવ ઇજનેરે લેખિતમાં કર્યાં આક્ષેપ જૂના મીટરો સહિતના મામલાઓમાં કૌભાંડ આચરાયું

  • Bharuch - ભરૂચ સ્થિત વીજ કંપનીમાં કરોડોના કૌભાંડની ચીફ વિજિલન્સને રજૂઆત
    ભરૂચ જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપીનના જંબુસર ટાઉન સબ સ્ટેશન, ભરૂચ ગ્રામ્ય વિભાગીય કચેરી તેમજ પાંચબત્તી પેટા વિભાગીય કચેરીમાં મીટરોની ગોબાચારી સહિતના મામલે આચરાયેલાં કરોડોના કૌભાંડમાં તપાસની માંગ સાથે રિટાયર્ડ એક્ઝિક્યુટીવ ઇજનેરે વીજ કંપનીના ચીફ વિજીલન્સ ઓફિસરને રજૂઆત કરી છે. જેમાં તેમણે અગાઉ કરેલી વિવિધ અરજીઓ અંગેની અધુરી તપાસ અને કૌભાંડો અંગે કોઇ કાર્યવાહી કરાતી ન હોવાનો આક્ષેપ કર્યો છે.

    ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી રંગ કુટીર બંગ્લોઝ ખાતે રહેતાં સતિષ રમણભાઇ પરમારે સૂરત ખાતે આવેલી ઉર્જાસદન કચેરીના ચીફ વિજીલન્સ ઓફિસરને લેખિતમાં વીજ કંપનીના કૌભાંડો અંગે ફરિયાદ કરી છે.

    જેમાં તેમણે જણાવ્યું છે કે, ભરૂચ ગ્રામ્ય વિભાગીય કચેરીમાં વીજ સ્થાપન ચકાસણીના અહેવાલો અને મીટરો ગુમ થયા બાબતમાં કંપનીને ભારે નુકશાન થયું છે જેમાં અગાઉ કરેલી રજૂઆતોમાં કોઇ કાર્યવાહી થઇ નથી.

    કંપનીને થયેલાં નુકશાન તેમજ જવાબદારો સામે કાર્યવાહી કેમ થઇ નથી. તેના કારણોની માંગ કરી છે. પાંચબત્તી પેટા વિભાગીય કચેરીમાં પણ મીટરોમાં થયેલાં ગોબાચારી, અસંખ્ય મીટરોના પ્રોફોરમા ન હોવા, જુના મીટરો ગાયબ થવા, સૂરત ખાતેની લેબ ચકાસણીમાં ધીમા, ચોરીવાળા, બંધ મીટરો અંગેના બીલો તેમજ રિકવરી કરવામાં આવી નથી. જંબુસર ટાઉન સબ ડિવિઝનના જૂના મીટરો શંકાસ્પદ હોવાથી લેબોરેટરીએ પરત કર્યાં હતાં. જેમાં પણ કંપનીની રીકવરી નહીં થવાને કારણે ભારે નુકશાન થયું હતું. આ ઉપરાંત કામરેજ, નવસારી સહિતના વિસ્તારોમાં પણ વિવિધ પ્રકારના કરોડોના કૌભાંડો આચરવામાં આવ્યાં છે.

    જે અંગેની અગાઉ કરાયેલી રજૂઆતોમાં કોઇ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. કર્મચારીઓની મિલીભગતથી જ કંપનીને ભારે નુકશાન જતું હોઇ તેમણે ચીફ વિજીલન્સ ઓફિસર સહિત મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુ.ઉ.વી. નીગમના ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર પંકજ જોષી, ડાયરેક્ટર ફાયનાન્સ કે. બી. ખાયાલિયા, એસીબી ગુજરાત સહિતનાઓને તેમની ફરિયાદ રવાના કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending