મનુબર શાળામાં શિક્ષક દિન ઉજવાયો

ભરૂચ તાલુકાના મનુબર ખાતે આવેલી યુવક મંડળ હાઇસ્કૂલમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. એક દિવસ માટે માધ્યમિક...

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 02:05 AM
Bharuch - મનુબર શાળામાં શિક્ષક દિન ઉજવાયો
ભરૂચ તાલુકાના મનુબર ખાતે આવેલી યુવક મંડળ હાઇસ્કૂલમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. એક દિવસ માટે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના 45 વિદ્યાર્થીઓઅે ઉત્સાહભેર શિક્ષકની ભુમિકા અદા કરી હતી. શાળાના આચાર્ય મહંમદહનિફ પટેલે શિક્ષકો જ સમાજમાં પરિવર્તન લાવી શકે છે. એ વિષય પર વક્તવ્ય રજૂ કર્યું હતું.

પાવીજેતપુર ખાતે છોટાઉદેપુર જિલ્લાકક્ષાની અંડર 17 ખેલાડીઓની કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી

પાવીજેતપુર ખાતે શાળાકીય અંડર 17 છોટાઉદેપુર જિલ્લાકક્ષા ની કબ્બડી સ્પર્ધા યોજાય જેમા નસવાડી તાલુકાના ભાઈઓ બહેનો બંને વિભાગ ની ટીમો ચમ્પિયન થઈ આ ચમ્પિયન ટીમો આગામી રાજ્યકક્ષા ની સ્પર્ધા માં ભાગ લેવા જશે બંને વિજેતા ટીમ ને છોટાઉદેપુર સીનીયર કોચ દિનેશભાઇ ભીલ તીરંદાજ અને એસ બી સોલંકી હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી ડી .એફ .પરમાર રમત ગમત અધિકારી એ અભિનંદન પાઠવી રાજ્યકક્ષા એ આ ટીમો વિજેતા થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

ઝઘડીયાથી અંબાજી જવા માટે પગપાળા સંઘ રવાના થયો

ભાદરવી પૂનમને અનુલક્ષી ભરૂચ જિલ્લામાંથી પગપાળા સંઘ અંબાજી જવા રવાના થઇ રહયાં છે. ઝઘડીયા ખાતેથી 100 શ્રધ્ધાળુઓનો સંઘ અંબાજી જવા રવાના થતાં તેમને વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી. આ સંઘ 15 દિવસ બાદ અંબાજી પહોંચશે અને ભાદરવા સુદના દિવસે માતાજીના મંદિરે ધ્વજારોહણ કરશે.

પ્લાસ્ટિક મુક્ત છોટા ઉદેપુરના સૂત્ર સાથે છોટાઉદેપુરમાં જન જાગૃતિ રેલી નીકળી

આજરોજ પ્લાસ્ટીક મુક્ત છોટા ઉદેપુર, સ્વચ્છ અને સ્વસ્થ છોટા ઉદેપુર ના સઁકલ્પ સાથે જન જાગૃતિ રેલી નીકળી હતી જે નગરના મુખય માર્ગો પર ફરી હતી. સનરાઈઝ સ્કૂલ, માહેશ્વરી મહિલા મંડળ તેમજ સન સાઈન ફ્લોરલ વૉમેન્સ કલબ દ્વારા આયોજિત રેલીમાં શાળાના ભૂલકાંઓએ 8000 જેટલી પેપર બેગ નગરજનો તેમજ વેપારીઓને આપી પ્લાસ્ટીક બેગથી થતા નુકશાનની સમજ આપી હતી. આ જનજાગૃતિ રેલીને ડીવાયએસપી મેઘા તેવારે લિલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં શાળા ના ભૂલકાઓ સાથે માહેશ્વરી મહિલા મંડળ તેમજ સનસાઈન વુમન્સ કલબ ની બહેનો સાથે નગરપાલિકાના સભ્યો તેમજ નગરના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

માલસર મુકામેસત્યનારાયણ પ્રભુની કથા

શિનોર તાલુકાના માલસર મુકામે શ્રી સત્યનારાયણ મંદિરના સભાહોલમાં પંડ્યા નિલેશભાઇ દ્વારા આજરોજ શ્રાવણમાસમાં શ્રી સત્યનારાયણ પ્રભુની કથાનો લ્હાવો આપ્યો હતો. તા.07-09-18 શ્રાવણમાસની પુર્ણાહુતિ પહેલાં શિનોરના પંડ્યા નિલેશભાઇ દ્વારા પુજાઅર્ચન સહિત સાધલીના સત્સંગી જયાબેન પટેલ, અમીન મુકેશભાઇ તથા અમીન છાયાબેન સહિત અન્ય ભક્તોની સામુહિક શ્રી સત્યનારાયણ પ્રભુની કથા કરી આર્શીવચન આપ્યા હતા. મંદિર તરફથી સૌને મહાપ્રસાદી અપાઇ હતી.

મુવાલ કોલેજમાં શિક્ષકદિનની ઉજવણી

જાનકીવલ્લભ આર્ટ્સ એન્ડ એમ.સી.પટેલ કોમર્સ કોલેજમાં ઉચ્ચશિક્ષણ કમિશ્નરશ્રી ગાંધીનગરના આદેશ મુજબ તા.05-09-2018ના રોજ ‘મતદાન જાગૃતિ દિન’ ની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના ગુજરાતી વિષયના અધ્યાપક શ્રી એન.જી. ગોહિલ દ્વારા ‘લોકશાહીના જતનમાં યુવાનોની ભૂમિકા’ વિષય પર વક્તવ્ય રજુ કરવામાં આવ્યું હતું.શિક્ષકદિન નિમિત્તે કોલેજના 35 જેટલાં વિદ્યાર્થી ભાઇ-બહેનો દ્વારા શૈક્ષણિક કાર્ય કરાયું હતું.

શિનોર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક આચાર્ય અશોકભાઇ પ્રજાપતિ

સાધલી| ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગનો સને-2018ના વડોદરા જીલ્લા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનવાનો અને પારિતોષિક વિતરણ સમારંભ તા.05-09-2018ના રોજ બરોડા હાઇસ્કુલ, અલકાપુરી, વડોદરા ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીના સાનિધ્યમાં યોજાયો. જેમાં શિનોર તાલુકાની સાધલી પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઇ ઇશ્વરભાઇ પ્રજાપતિને શિનોર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરી, અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીના હસ્તે રૂા.5000.00નો રોકડ પુરસ્કારનો ચેક, પ્રશસ્તિપત્ર અને શાલ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

X
Bharuch - મનુબર શાળામાં શિક્ષક દિન ઉજવાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App