Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - વછનાદ ગામે પ્રેમ લગ્ન બાદ પતિ અને દાદા-દાદીનો પરીણિતાની હત્યાનો પ્રયાસ

વછનાદ ગામે પ્રેમ લગ્ન બાદ પતિ અને દાદા-દાદીનો પરીણિતાની હત્યાનો પ્રયાસ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:05 AM

તું તારા બાપના ઘરે જતી રહે કહી ત્રાસ ગુજાર્યો બળજબરીથી કપાસમાં છાંટવાની દવા પીવડાવી દીધી

  • Bharuch - વછનાદ ગામે પ્રેમ લગ્ન બાદ પતિ અને દાદા-દાદીનો પરીણિતાની હત્યાનો પ્રયાસ
    જંબુસરના બોજાદ્રા ગામના યુવાને ગામની અેક યુવતિ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. જે બાદ તેઓ વાગરાના વછનાદ ગામે યુવાનના મામાને ત્યાં રહેતાં હતાં. દરમિયાન યુવાને તેના દાદા-દાદી સાથે મળી પરીણિતાને કપાસમાં છાંટવાની દવા પીવડાવી મારી નાંખવાની કોશિષ કરતાં પરીણિતાએ વાગરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

    પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, જંબુસરના બોજાદ્રા ગામે રહેતી હજીનીના ઉર્ફે હેમાંગી નામની યુવતિને ગામના જ રાહૂલસિંહ નવિનસિંહ પરમારે પ્રેમજાળમાં ફસાવી પ્રેમલગ્ન કર્યાં હતાં. જોકે રાહૂલસિંહના પિતાએ તેમનો સ્વિકાર નહીં કરતાં તેઓ વાગરાના વછનાદ ગામે તેમના મામાને ત્યાં રહેવા ગયાં હતાં. જે બાદ રાહૂલસિંહે તેની સાથે અવાર નવાર ઝઘડો કરી તેને શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો. દરમિયાન રાહૂલ તેમજ તેના દાદા-દાદીએ તેને પકડી રાખી તેને બળજબરીથી કપાસમાં છાંટવાની મોનોકોટો નામની દવા પીવડાવી દઇ ...અનુસંધાન પાના નં.2

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending