રોંગ સાઇડથી વાહન લાવવું ખરેખર રોંગ

સર્વિસ રોડ પર વાહનોનું ભારણ વધી જતાં ઝાડેશ્વર ચોકડીએ ટ્રાફિક સમસ્યા ‌વધુ વકરી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:05 AM
Bharuch - રોંગ સાઇડથી વાહન લાવવું ખરેખર રોંગ
ભરૂચની ઝાડેશ્વર ચોકડીએ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર તરફથી આવતા વાહનો વડોદરાથી આવતી લેનમાં તથા સરકીટ હાઉસ તરફ જતાં વાહનો સુરતથી આવતી લેનમાં રોંગ સાઇડ આવતાં હોવાની મોટો અકસ્માત થવાની ભિતિ સેવાઇ રહી છે. ઝાડેશ્વર ચોકડીએ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ફલાયઓવર બનાવાયો છે પરંતુ ટ્રાફિકજામની સમસ્યા યથાવત રહી છે. સરદાર અને કેબલબ્રિજ પાસે હાઇવે ક્રોસ કરવાનું આયોજન ન હોવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

નેશનલ હાઇવે નંબર 8 પર આવેલી ઝાડેશ્વર ચોકડી ટ્રાફિકજામનું એપી સેન્ટર બની હતી. નર્મદા નદી પર 400 કરોડના ખર્ચથી કેબલ સ્ટેઇડ બ્રિજના પ્રોજેકટ અંતર્ગત ઝાડેશ્વર અને મુલદ ચોકડીએ ફલાયઓવર બનાવવામાં આવ્યાં છે. ફલાયઓવરના સરદાર અને કેબલ સ્ટેઇડબ્રિજ તરફ જયાં ફલાયઓવર પુરો થાય છે ત્યાં હાઇવે ક્રોસ કરવાની વ્યવસ્થા નહિ હોવાથી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર તરફથી આવતા વાહનો વડોદરાથી આવતી લેનમાં રોગ સાઇડ આવતા હોય છે.

નીલકંઠેશ્વર મહાદેવ મંદિર અને નર્મદા પાર્ક ખાતે રોજના સેંકડો વાહનોની અવરજવર રહેતી હોય છે. તેવી જ રીતે ઝાડેશ્વર સરકીટ હાઉસ અને આસપાસના રહેણાંક વિસ્તારમાં જવા માટે વાહનો સુરતથી આવતી લેનમાં રોંગ સાઇડ જાય છે. ઝાડેશ્વર ચોકડીએ સર્વિસ રોડમાં ઘુસી જતાં રોંગ સાઇડ વાહનો ટ્રાફિકજામની સમસ્યાનું સર્જન કરી રહયાં છે. ફલાયઓવર હોવા છતાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. નેશનલ હાઇવે પર રોજના 60 હજારથી વધારે વાહનોની અવરજવર રહેતી હોય છે ત્યારે રોગ સાઇડ વાહન હંકારવુ જોખમી બની શકે છે. નેશનલ હાઇવે ઓથોરીટી અા સમસ્યાનું નિરાકરણ લાવે તે જરૂરી છે.

સરદારબ્રિજ અને કેબલબ્રિજ નજીક પુરા થતાં ફ્લાયઓવર પાસે હાઇવે ક્રોસ કરવાની વ્યવસ્થાનો અભાવ

ભરૂચની ઝાડેશ્વર ચોકડીના સર્વિસ રોડ પર અકસ્માતનો ભય

ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર તરફથી રોંગ સાઇડ આવી રહેલા વાહનો

સ્વામીનારાયણ મંદિર સામેની રેલિંગ દૂર કરવા માંગ

ભરૂચની ઝાડેશ્વર ચોકડીએ બનેલો ફલાયઓવર પુરો થાય છે ત્યાં સ્વામીનારાયણ મંદિરની સામે રેલીંગ મારી દેવામાં આવતાં સુરતથી દહેજ અને ભરૂચ તરફ જતાં વાહનો સર્વિસ રોડ પરથી પસાર થતાં હોવાને કારણે ઝાડેશ્વર ચોકડીએ ટ્રાફિકની સમસ્યા પુન: વકરી છે.પીકઅવર્સમાં નાના - મોટા અકસ્માતના બનાવો બનતા હોવાની ફરિયાદ ઉઠી છે. સર્વિસ રોડ પર ટ્રાફિકજામ રહેતો હોવાથી સ્થાનિક વાહનચાલકો ટ્રાફિકના ભરડામાં પીસાઇ રહ્યાં છે.

X
Bharuch - રોંગ સાઇડથી વાહન લાવવું ખરેખર રોંગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App