Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - ભરૂચના મહંમદપુરા શાકમાર્કેટ પાસે 12 રખડતાં ઢોર ઝડપી પડાયાં

ભરૂચના મહંમદપુરા શાકમાર્કેટ પાસે 12 રખડતાં ઢોર ઝડપી પડાયાં

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 02:05 AM

ગૌરક્ષકોએ પોલીસની મદદથી ઢોરોને પાંજરાપોર રવાના કર્યાં

  • Bharuch - ભરૂચના મહંમદપુરા શાકમાર્કેટ પાસે 12 રખડતાં ઢોર ઝડપી પડાયાં
    ભરૂચ શહેરના મહંમદપુરા શાકમાર્કેટ પાસે કેટલાંક ખાતકીઓ દ્વારા કતલ કરવા માટેના આશયથી વાછરડાઓને ફરતાં મુક્યાં હોવાની આશંકાએ ગૌરક્ષકોએ ધામા નાંખ્યાં હતાં. પોલીસની મદદથી ગૌરક્ષકોએ રખડતાં 12 વાછરડાઓને નગરપાલિકાના ઢોરડબામાં ભરી પાંજરાપોળ રવાના કર્યાં હતાં.

    સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચની કામધેનું ગૌરક્ષા સમિતીના ...અનુસંધાન પાના નં.2

    અનિલ મહેતા તેમજ તેમના અન્ય કાર્યકરોને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના મહંમદપુરા શાકમાર્કેટ પાસે કેટલાંક ખાતકીઓ દ્વારા કતલ માટે લવાયેલાં વાછરડાઓને વિસ્તારમાં રખડતાં છોડવામાં આવ્યાં છે. અલગ અલગ ખાતકીઓએ તેમના પશુઓ પર ત્રિશુલ, ઓમ સહિતના અલગ અલગ નિશાન પાડ્યાં હોવાની તેમને ચોક્કસ બાતમી તેમને મળી હતી. જેના પગલે તેમણે ભરૂચ બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. ગૌરક્ષકોએ પોલીસની મદદથી નગરપાલિકાના ઢોરડબામાં 12 વાછરડાં ભરીને તેમને પાંજરાપોર છોડવામાં આવ્યાં હતાં.

    12 વાછરડાઓને પકડી પાંજરાપોરમાં મુકવામાં આવ્યાં હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending