ભરૂચ સ્ટેશનના પ્લેટફોર્મ 4-5 પર એક્સેલેટર લગાડવા રજૂઆત

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સાથે સાંસદની મુલાકાત

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 02:05 AM
Bharuch - ભરૂચ સ્ટેશનના પ્લેટફોર્મ 4-5 પર એક્સેલેટર લગાડવા રજૂઆત
ભરૂચ રેલવે સ્ટેશન ખાતે એકસપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ તથા પ્લેટફોર્મ નંબર 4 અને 5 ઉપર એકસેલેટરની સુવિધા પુરી પાડવા સહિતની માંગણીઓ સંદર્ભમાં સાંસદ મનસુખ વસાવાએ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને રજૂઆત કરવામાં આવી છે.

અમદાવાદના સરકીટ હાઉસમાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરની વડોદરા અને અમદાવાદના સાંસદો સાથે બેઠક મળી હતી. જનરલ મેનેજર એ.કે.ગુપ્તા સમક્ષ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લાની રેલવેને લગતી સમસ્યાઓ અને માંગણીઓ રજૂ કરી હતી. જેમાં ભરૂચ રેલવે સ્ટેશન ખાતે બાંદ્રા- જયપુર સુપરફાસ્ટ, બ્રાંદ્રા- બિકાનેર સુપરફાસ્ટ, બ્રાંદ્રા- હઝરત નિઝામુદીન ( ગરીબ રથ), સુરત - મુઝફફરપુર તથા બ્રાંદ્રા -ગોરખપુર એકસપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવાની માંગણી કરવામાં આવી છે.

તેમજ પાલેજ રેલવે સ્ટેશને દાદર -અજમેર સુપરફાસ્ટને સ્ટોપેજ આપવા, કરજણ ખાતે રાત્રે 12થી સવારે 6 વાગ્યાના સમયગાળામાં વિવિધ ટ્રેનના સ્ટોપેજ મળે તેવી રજૂઆત કરાઇ છે. અંકલેશ્વર અને રાજપીપળા વચ્ચે દોડતી ટ્રેનની ઝડપ વધારી તેનેે અપડાઉન કરતાં લોકો માટે ઉપયોગી બનાવવામાં આવે તથા ભરૂચ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 અને 5 પર એકસેલેટર લગાડવાની માંગણી કરાઇ છે.

X
Bharuch - ભરૂચ સ્ટેશનના પ્લેટફોર્મ 4-5 પર એક્સેલેટર લગાડવા રજૂઆત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App