Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - ભરૂચ શહેરમાં એક ઓટોમોબાઇલના શોરૂમમાંથી 31.75 લાખની ઉચાપત

ભરૂચ શહેરમાં એક ઓટોમોબાઇલના શોરૂમમાંથી 31.75 લાખની ઉચાપત

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:05 AM

સિક્યુરિટી ગાર્ડ તરીકે વિશ્વાસ સંપાદન કર્યા બાદ દગો કર્યો ગાડીઓના વેચાણ, સર્વિસ સહિતના રૂપિયા ચાંઉ કર્યા...

  • Bharuch - ભરૂચ શહેરમાં એક ઓટોમોબાઇલના શોરૂમમાંથી 31.75 લાખની ઉચાપત
    ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી રિલાયબલ મોટર્સ નામના યામાહાના શોરૂમમાં ફરજ બજાવતાં શખ્સે શોરૂમના 31.75 લાખ રૂપિયાની ઉચાપત કરી છે.

    પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી, અંક્લેશ્વર જીઆઇડીસીના સુંદરવન એપાર્ટમેન્ટમાં રેહતાં અવધેશકુમાર ઉમાશંકર મિશ્રાનો ભરૂચના ભોલાવ વિસ્તારમાં રિલાયબલ મોટર્સ નામનો યામાહાનો શોરૂમ આવેલો છે. જેમાં તેમણે ઘણા વર્ષો પહેલા સિક્યુરીટી ગાર્ડ તરીકે વિજયશંકર રામરંગ સિંગ નામનો શખ્સ કામ કરતો હતો. જેણે તેમનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. દરમિયાન અવધેશકુમારને અન્ય કોન્ટ્રાક્ટના કામો હોઇ તેમણે શોરૂમની તમામ જવાબદારીઓ જેવી કે, ગાડીઓનું વેચાણ, સર્વિસ, એક્સિડન્ટ ક્લેઇમ, રોકડ રકમનો વ્યવહાર સહિત કંપની સાથેના તમામ વ્યવહારની જવાબદારી તેને સોંપી દીધી હતી. દરમિયાન ગત 8મી જૂલાઇથી વિજયશંકર તેના વતને જતાં અવધેશનો પુત્ર અનુરાગ શોરૂમાં જતાં તેને તબક્કાવાર શોરૂમમાં ઉચાપત થયાની જાણ થઇ હતી. જેના પગલે તેણે કેસબુક, ડિલીવરી ચલણ, સર્વિસ બીલો તપાસતાં એપ્રિલ 2018થી જૂન 2018 સુધીમાં ત્રણ મહિનામાં જ ગાડીઓના ...અનુસંધાન પાના નં.2

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ