તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Bharuch ભરૂચની મહિલા પાસે ફોન પર ATMની વિગતો મેળવી 90 હજારની ઠગાઇ

ભરૂચની મહિલા પાસે ફોન પર ATMની વિગતો મેળવી 90 હજારની ઠગાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના લિંકરોડ પર અાવેલા શક્તિનગર ખાતેની અેક મહિલાને અેક ગઠિયાઅે મોબાઇલ પર સંપર્ક કર્યાં બાદ વાતોમાં ભોળવી અેટીઅેમની વિગતો મેળવી લીધી હતી. જે બાદ ગઠિયાઅે તેમના બેન્કના ખાતામાંથી 90,953 રૂપિયા ઉપાડી લેતાં મહિલાઅે તેની સામે ભરૂચ અે ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના લિંકરોડ પર અાવેલાં શક્તિનગર ખાતે રહેતાં શિલ્પાબેન રાકેશભાઇ મહેતાના મોબાઇલ ફોન પર અેક શખ્સનો ફોન અાવ્યો હતો. જેણે પોતાની અોળખ બેન્ક અોફ બરોડાના અધિકારી તરીકે અાપી જણાવ્યું હતું કે, તમારો અેટીઅેમ કાર્ડ બંધ થઇ ગયું છે. જેને ચાલુ કરાવવા માટેની પ્રોસેસના બહાને તેમની પાસેથી અેટીઅેમ કાર્ડનો પાસવર્ડ તેમજ કાર્ડનો નંબર મેળવ્યો હતો. જે બાદ ગઠિયાઅે તેમના મોબાઇલ પર અાવેલો ...અનુસંધાન પાના નં.2

અોટીપી નંબર પણ તેમને ભોળવીને લઇ લીધો હતો. જેના થોડા જ સમયમાં ગઠિયાઅે તેમના અેકાઉન્ટમાંથી તબક્કાવાર રીતે કુલ 90,953 રૂપિયા અન્ય અેકાઉન્ટમાં ટ્રાન્ફસર કરી લીધાં હોવાનું જણાયું હતું. બનાવ સંદર્ભે તપાસ કરતાં કોઇ ગઠિયાઅે તેમની સાથે છેતરપિંડી કર્યાનું માલુમ પડતાં તેમણે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...